Abtak Media Google News

યૌનશોષણની ઘટનાને લઇ રાજકોટ NSUIના કાર્યકર્તાઓએ વિરોધ નોધાવ્યો

Saurashtra University

રાજકોટ ન્યૂઝ 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વધુ એક ગાઈડનું નામ યૌન શોષણના પ્રકરણમાં સામે આવ્યું છે એમ. જે. કુંડલિયા કોલેજના પ્રોફેસર જ્યોતિન્દ્ર જાની પાસે PhD કરતી એક વિદ્યાર્થીની પોતાની સાથે અણછાજતું વર્તન કરી શારીરિક છેડછાડ કરી હોવાની ફરિયાદ કરતા કુલપતિએ UGCના નિયમ મુજબ એક કમિટી નીમી તપાસનો આદેશ કર્યો હતો. કમિટી સમક્ષ કેટલીક ચોંકાવનારી હકીકત આવી હતી અને પ્રોફેસરે વિદ્યાર્થિનીની અનિચ્છા હોવા છતાં તેને સ્પર્શ કરી સન્માન ઘવાય તેવા શબ્દો ઉચ્ચાર્યા હતા. કમિટીના રિપોર્ટના આધારે કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ કુંડલિયા કોલેજના પ્રોફેસર સામે દિવસ 7માં પગલાં લેવા SDRB હોમ સાયન્સ એન્ડ સ્વ. એમ. જે. કુંડલિયા અંગ્રેજી માધ્યમ મહિલા કોમર્સ કોલેજના સંચાલકોને આદેશ કર્યો છે.

PhDકરતી એક વિદ્યાર્થિનીએ ઓગસ્ટ 2023માં કુલપતિ ડો. ગિરીશ ભીમાણીને પત્ર લખીને રજૂઆત કરી હતી કે પ્રોફેસ૨ જ્યોતિન્દ્ર જાની પાસે PhD કરે છે. આ સમયગાળા દરમિયાન નોકરી અંગેના આર્થિક પ્રલોભનો આપી અવારનવાર અણછાજતું વર્તન કરવામાં આવે છે. તેમજ પોતાની ઈચ્છા ન હોવા છતાં પ્રોફેસ૨ જાની સ્પર્શ કરતા હતા અને વોટ્સએપમાં મેસેજ કરીને માનસિક સતામણી પણ કરી હતી. PhDની વિદ્યાર્થિનીની ફરિયાદના આધારે ડો. ભીમાણીએ UGCના નિયમ મુજબ એક સામાજિક આગેવાન, એક વિદ્યાર્થી પ્રતિનિધિ અને યુનિવર્સિટીના અધિકારીની એક કમિટી બનાવી રિપોર્ટ આપવા હુકમ કર્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં કમિટીએ આપેલા રિપોર્ટમાં પ્રોફેસર જ્યોતિન્દ્ર જાનીએ વિદ્યાર્થિની સાથે ગેરવર્તણૂક કરી હોવાનુ સ્પષ્ટ થયુ હતું. આથી કુલપતિએ એમ.જે. કુંડલિયા કોલેજના સંચાલકને યુનિવર્સિટી ખાતે બોલાવી સમગ્ર હકીકતથી વાકેફ કર્યા હતા અને લેખિતમાં જણાવ્યું હતું કે પ્રોફેસ૨ જ્યોતિન્દ્ર જાની સામે 7 દિવસમાં પગલા લઈ યુનિ.ને જાણ કરવાની રહેશે

Yonshoshan

આ સમગ્ર મામલે NSUI દ્વારા એમ જે કુંડલિયા કોલેજ ખાતે પ્રિન્સિપાલ ઓફિસમાં રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને પ્રોફેસર ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા માંગ કરી હતી જેમાં પ્રોફેસર સામે સોમવાર ના રોજ કોલેજ સંચાલકો દ્વારા નિર્ણય કરી પગલાં લેવા કોલેજના પ્રિન્સિપાલ  જણાવાયું છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આગાઉ પણ સોરષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરો દ્વારા જાતીય સતામણીની અનેક ઘટનાઓ સામે આવી હોવા છતાં પણ યુનિવર્સિટીના સતાધીશો દ્વારા શા માટે પોલીસ ફરિયાદ નોંધવામાં આવતી નથી અને માત્ર સસ્પેન્ડ કરી સંતોષ માની લેતા આવી ઘટનાઓ બનતી હોવાનું પણ સામે આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.