Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૯ સ્કૂલોને મંજૂરી: રાજકોટની એકપણ સ્કૂલને મંજૂરી નહીં

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કારોબારી સમિતીની બેઠકમાં રાજ્યમાં નવી માધ્યમિક સ્કૂલોને મંજૂરી માટેની કાર્યવાહી હા ધરવામાં આવી હતી. જેમાં ૪૪ જેટલી અરજીઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ રાજ્યમાં નવી ૩૦ માધ્યમિક સ્કૂલો શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. હાલમાં બોર્ડ દ્વારા સ્કૂલોને પ્રોવિઝનલ એપ્રુવલ આપવામાં આવી છે. ડીઈઓ કચેરી દ્વારા તપાસના અંતે કાયમી મંજૂરી અપાશે. બેઠકમાં રાજ્યમાં સ્કૂલ શરૂ કરવા માટેની ૧૪ જેટલી અરજીઓ રદ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં નવી માધ્યમિક સ્કૂલો શરૂ કરવા માટે બોર્ડ દ્વારા સંસઓ પાસેી ઓનલાઈન અરજીઓ મંગાવી હતી. અરજીઓ આવ્યા બાદ બોર્ડ દ્વારા કારોબારી સમિતીની બેઠક બોલાવી તેમાં સ્કૂલોને મંજૂરી આપવાની કાર્યવાહી શરૂ કરી છે. જેમાં તાજેતરમાં મળેલી કારોબારી સમિતીની બેઠકમાં રાજ્યમાં માધ્યમિક સ્કૂલો શરૂ કરવા માટે આવેલી ૪૪ જેટલી અરજીઓ પર ચર્ચાના અંતે નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ દરમિયાન ૪૪ અરજીઓ પૈકી ૩૦ને સ્કૂલ શરૂ કરવા માટેની પ્રોવિઝનલ એપ્રુવલ આપવામાં આવી છે. જોકે, છ માસમાં સ્કૂલ દ્વારા બોર્ડ સમક્ષ ઓનલાઈન સબમિટ કરેલા પુરાવાની ચકાસણી ડીઈઓ કચેરી દ્વારા હા ધરાશે અને ડીઈઓ કચેરીના રિપોર્ટ બાદ બોર્ડ દ્વારા કાયમી મંજૂરી અપાશે. જ્યારે રાજ્યની ૧૪ જેટલી સ્કૂલો શરૂ કરવાની અરજી બોર્ડ દ્વારા નામંજૂર કરાઈ છે. રાજ્યમાં ૩૦ સ્કૂલો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં આણંદમાં ૫, બનાસકાંઠા ૨, બોટાદ ૩, જામનગર ૯, કચ્છ ૩, મહેસાણા ૧, મોરબી ૧, પાટણ ૨, સાબરકાંઠા ૨ અને તાપી ૨ સ્કૂલોને મંજૂરી અપાઈ છે.

અત્રે નોંધનીય છે કે, અગાઉ બોર્ડની ૯ જેટલી કારોબારી સમિતિની બેઠકો મળી ચૂકી છે. જેમાં સ્કૂલોને મંજૂરી અંગેની કાર્યવાહી હા ધરવામાં આવી હતી. અગાઉ રાજ્યની ૨૪૬ સ્કૂલોને મંજૂરી અપાઈ હતી. જેમાં માધ્યમિકની ૧૦૮ અને ઉચ્ચતર માધ્યમિકની ૧૩૮ સ્કૂલોનો સમાવેશ ાય છે. જ્યારે ૩૭૨ જેટલી સ્કૂલો શરૂ કરવાની સંસઓની અરજીઓ નામંજૂર કરાઈ હતી. જેમાં માધ્યમિકની ૨૮૨ સ્કૂલોની અરજી અને ઉચ્ચતર માધ્યમિકની ૯૦ સ્કૂલો શરૂ કરવાની અરજી નામંજૂર કરાઈ છે. આ સો હવે રાજ્યમાં ૨૭૬ નવી સ્કૂલોને મંજૂરી મળી ચૂકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.