Abtak Media Google News

રિપોર્ટમાં થયો છે આ ખુલાસો… 

ટુ-વ્હિલર ચલાવતી વખતે મોબાઈલ ફોનનો યુઝ કરવો જિંદગી માટે ઘાતક પુરવાર થઈ શકે છે. મિનિસ્ટ્રી ઑફ ટ્રાંસપોર્ટ દ્વારા એક રિપોર્ટમાં ખુલાસો કરાયો છે કે ટુ-વ્હિલર ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવાના ઘાતક પરિણામ સ્વરુપ આ વર્ષ 2138 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સિવાય સ્પીડ બ્રેકર, નિર્માણાધીન રસ્તા અને ખાડાઓને કારણે દરરોજ લગભગ 26 લોકો જીવ ગુમાવે છે.

ઉત્તર પ્રદેશ છે સૌથી આગળ…

રિપોર્ટ અનુસાર સડક દુર્ઘટનાઓમાં થતા મૃત્યુના સૌથી પ્રમુખ કારણમાંથી એક છે ડ્રાઈવીંગ કરતા વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ. આવી રીતે થયેલા મૃત્યુમાં સૌથી વધારે મૃત્યુ ઉત્તરપ્રદેશમાં નોંધાઈ છે. ત્યારબાદ હરિયાણાનો નંબર આવે છે. દિલ્હીમાં ગયા વર્ષે આ કારણે 2 લોકોનુ મૃત્યુ થયું હતું. મહારાષ્ટ્રમાં આ આંકડો 172 હતો. નોંધનીય છે કે પરિવહન મંત્રાલયે પ્રથમ વખત આ પ્રકારે ડેટાનું એકત્રીકરણ કર્યુ છે.

દર કલાકે થાય છે 17ના મોત!

આ રિપોર્ટ પ્રમાણે દેશમાં દુર્ઘટનામાં લગભગ 17 લોકો દર કલાકે પોતાનું જીવ ગુમાવે છે. અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઑફ ઈન્ડિયાએ 24 એપ્રિલના રોજ એક રિપોર્ટ પ્રકાશિત કરી હતી. મંત્રાલયના અધિકારીઓ માની રહ્યા છે દુર્ઘટનાઓનો મુખ્ય કારણ મોબાઈલ ફોનનો ઉપયોગ છે. માત્ર વાહનચાલકો જ નહીં પગપાળા યાત્રીઓ પણ તેની કારણે દુર્ઘટનાના શિકાર બની જાય છે.

મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે…

માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ આ વિષય અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ‘ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલ ફોન પર વાત કરવી કે સેલ્ફી લેવાને કારણે દુર્ઘટનાઓના કિસ્સા વધ્યા છે.’

અકસ્માતની શક્યતા 4 ગણી વધુ… 

વિશ્વ આરોગ્ય સંગઠનના રિપોર્ટ અનુસાર જે લોકો વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે તે લોકો સાથે અકસ્માત થવાની શક્યતા 4 ગણી વધી જાય છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર (ટ્રાફિક) અજય કશ્યપે ટાઈમ્સ ઑફ ઈન્ડિયાને જણાવ્યું કે, ‘ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ ચાલતા-ચાલતા મોબાઈલ પર ચેટિંગ કરવી એ ટ્રાફિકને લગતા અકસ્માતનો સૌથી પ્રમુખ કારણ છે. લોકોમાં આ ખરાબ આદત વધતી જઈ રહી છે.’

આ અંગે ‘સેવ લાઈફ ફાઉન્ડેશન’એ પણ આ વર્ષની શરુઆતમાં જ એક સર્વે કર્યો હતો. આ સર્વેમાં 47 ટકા લોકોએ કબૂલ્યું હતું કે તેઓ ડ્રાઈવ કરતી વખતે પણ મોબાઈલ ફોન પર આવનાર કૉલ્સનો જવાબ આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.