Abtak Media Google News

સંજયલીલા બંસાલીની ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં કામ કર્યા બાદ ખૂબ્બ જ લોકપ્રિયતા મેળવી રહેલાં રણવીરસિંહ પાસે વધુ એક સારી ફિલ્મ આવી રહી હોવાના અહેવાલો છે. આ ફિલ્મ ઝોયા અખ્તરની જેમાં રણવીર સ્ટ્રીટ રેપર બનશે આ ફિલ્મ મુંબઇના સડક પરના રેપર નાજી પર આધારિત હશે. જેની લાઇફ ખુબ જ પ્રેરણાદાયી છે. આ ફિલ્મને ‘ગુલ્લી બોય’ નામ આપવામાં આવે તેવી શક્યતા છે. મુંબઇથી ચાલીમાં રહેતા રેપર્સની સ્ટોરી આવરી લઇને આ ફિલ્મ તૈયાર કરવામાં આવશે.

૩૧ વર્ષીય સ્ટાર ફિલ્મમાં કામ કરી રહ્યો છે તે અંગે પુછવામાં આવતા નાજીએ રણવીરે જણાવ્યું હતુ કે કેટલીક બાબતો હોય છે જેને જાહેર કરવામાં આવતી નથી. હાલ રણવીર કેટલાંક પ્રોેજેક્ટોમાં એક સાથે કામ કરી રહ્યો છે. ઝોયા અખ્તર હંમેશા ચર્ચા જગાવે તેવી ફિલ્મો બનાવવા પ્રખ્યાત છે. મળે આ ફિલ્મમાં રણવીરની ભુમિકા રસપ્રદ  અને ધમાકેદાર તો હશે જ પરંતુ હાલ તો રણવીર ફિલ્મ પદ્માવતિમાં વ્યસ્ત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.