Abtak Media Google News

ચારણીયા સમાજ પરંપરાગત વેશભૂષામાં ઉપસ્થિત રહેશે: તડામાર તૈયારી

સમસ્ત ચારણીયા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ અષાઢીબીજની નાગબાઈજીની 14 ફૂટ ઊંચી વિરાટ પ્રતિમા સાથે ભવ્ય શોભાયાત્રા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાના કારણે બે વષ મુલત્વી રહેલા આ મહોત્સવ આ વર્ષ અતી ભવ્યતાથી ઉજવવા ગુજરાતભરનાં દેવીપુત્ર સમાજમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.

અબતકની  મુલાકાતે આવેલા પ્રવિણભાઈ ગોગીયા, જયેશભાઈ ગર, નરેશભાઈ ગોગીયા, પ્રવિણભાઈ મોખરા, યાજ્ઞીકભાઈ ગોગીયા, દિનેશભાઈ ચારણીયા અને કેતનભાઈ આઠુએ શોભાયાત્રા મહાપ્રસાદના આયોજન અંગેની વિગતો આપતા જણાવ્યું  હતુ કે,

ચારણીયા સમાજને સેંકડો વર્ષો પહેલા આત્મગૌરવ અપાવનાર   જગદંબા આઈશ્રી નાગબાઈ માઁનાં પ્રાગટય મહોત્સવ નિમિતે રાજકોટમાં આગામી તા . 1 જુલાઈ , 2022 નાં  શુક્રવારે અષાઢી બીજનાં પાવન દિવસે દિવ્ય શોભાયાત્રા અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે . ધાર્મિક પ્રસંગમાં   રાજકોટ , અમદાવાદ , હાલાર , પાંચાળ , સોરઠ , કચ્છ ઉપરાંત છેક રાજસ્થાન સુધી ગામડે – ગામડે ચારણીયા સમાજનાં ઘરે ઘરે આમંત્રણ પાઠવાયા છે . પરીણામે ચારણીયા સમાજમાં પણ જબરો ઉત્સાહ છવાયો છે.

સૌરાષ્ટ્ર – કચ્છ સહિત સમગ્ર ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી મૌખિક ને લેખિત આમંત્રણ મોકલીને પૂ . શ્રીનાગબાઈ માતાજીનાં જન્મોત્સવમાં નાનકડા નેશડાથી લઈને મોટા મહાનગર સુઘીનાં વિસ્તારોનો ચારણીયા સમાજ મોટી સંખ્યામાં જોડાઈ એવા પ્રયાસો કરવામાં આવ્યા છે . રાજકોટમાં ચારણીયા સમાજ આયોજીત ભવ્ય શોભાયાત્રાનો તા . 1 જૂલાઈ , 2022 નાં શુક્રવારનાં રોજ સવારે 9.30 વાગ્યે કિસાનપરા ચોકથી પ્રારંભ થશે . ભવ્ય શોભાયાત્રામાં પૂ . જગદંબા આઈશ્રી નાગબાઈ માતાજીની ફણીધર નાગ સાથેની 14 ફૂટ ઉંચી વિરાટ અને દિવ્ય પ્રતિમા અનેરૂં આકર્ષણ જમાવશે . શોભાયાત્રામાં સૌથી આગળ વિરાટ ધર્મધ્વજ સાથે ચારણીયા પહેરવેશમાં યુવાનોની પાછળ સુશોભિત ભવ્ય રથમાં પૂ . શ્રીનાગબાઈ માતાજીની 14 ફૂટ ઉંચી દિવ્ય પ્રતિમા રાજમાન રહેશે. ડી.જે.નાં સુર – તાલે આધ્યશકિત જગદંબાની ગરબાવલીની સંગાથે ચારણીયા સમાજ જબરૂં આકર્ષણ જમાવશે . આ સાથે રથયાત્રા ફરતે યુવાનો ભગવી ધ્વજા સાથે તૈનાત રહી વ્યવસ્થા સંભાળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.