Abtak Media Google News

આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હોય તે અંતર્ગત શહેર ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, યુ.પી.ના પ્રદેશ ભાજપ મહામંત્રી શંકરગીરી ગોસ્વામી, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલા, રક્ષાબેન બોળીયાની ઉપસ્થિતિમાં વિધાનસભા-70ના સંગઠનની બેઠક યોજાઈ હતી. આ કાર્યક્રમનું સંચાલન જીતુ કોઠારીએ કરેલ.

આ તકે ગોવિંદભાઈ પટેલ અને શંકરગીરી ગોસ્વામીએ માર્ગદર્શન આપતા જણાવેલ કે 2014 થી દેશનું નેતૃત્વ સંભાળનાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકાર ઘણા મહત્વ નિર્ણયો લીધેલ છ.ે જેમ જમ્મુ-કશ્મીરમાંથી કલમ-370ની કલમ રદ કરવામાં આવી, સિટીઝન એમેડમેટ એકટ અને ત્રિપલ તલાક સામેનો કાયદો પણ ભાજપ સરકારે બનાવ્યો, એટલુ જ નહી પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિના કેસનો મહત્વનો ચૂકાદો આપ્યો જેના કારણે અયોધ્યામાં રામમંદિરનો પાયો નખાયો હતો અને નરેન્દ્રભાઈ મોદીએ જ રામમંદિરનો શિલાન્યાસ કયો હતો.

ત્યારે ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી વિકાસયાત્રા રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકાર અવિરત આગળ વધારી રહી છે ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય હાંસલ કરશે એવો દ્રઢ નિર્ધાર વ્યક્ત કરી વિધાનસભા-70ની સંગઠનની ટીમ સાથે આગામી કાર્યક્રમો અને વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી વોર્ડના બુથ-શક્તિકેન્દ્રો, પેજપ્રમુખ- પેજસમિતિ સહીતની સંગઠનાત્મક બાબતો ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.