Abtak Media Google News
બિલની રકમ નહિ ભરતા મકાનનું વીજ કનેક્શન કાપવા ગયેલા PGVCLના કર્મચારીઓને એક શખ્સે મારમાર્યો

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોઈ તેમ શેરીએ અને શેરીએ મારામારીના બનાવો બનવા પામ્યા છે.ગુનેગારોને ખાખિનો જરાક પણ ખોફ રહ્યો ન હોઈ તેમ બેફામ બન્યા છે. ત્યારે વધુ એક બનાવ પોલીસ ચોપડે પ્રકાશમાં આવ્યો છે.જેમાં તો પીજીવીસીએલના કર્મચારીઓ પર એક શકશે હુમલો કરી તેમના ફરજમાં રૂકાવટ કરી હતી.જાગનાથ પ્લોટમાં રહેતા એક શખ્સનું મકાનના વીજ બિલની રકમ બાકી હોવાથી પીજીવીસીએલના કર્મચારીઓ તેને ત્યાં કનેક્શન કાપવા માટે ગયા હતા ત્યારે તે શખ્સે તેમના પર હુમલો કરી ધોકા પાઇપ વડે માર મારતા તેને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ પ્ર.નગર પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.

Advertisement

બનાવની વિગતો અનુસાર શહેરમાં આર.એમ.સી બ્લોક.ધરમનગરમાં રહેતા અને પીજીવીસીએલમાં લાઇનમેન તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ કાળાભાઈ ગરાસિયા પોતાની ફરિયાદમાં આરોપીમાં જાગનાથ શેરી.4, શિવાલય એપાર્ટમેન્ટમાં રહેતા પુષ્પરાજસિંહ જાડેજાનુ નામ આપ્યું હતું.જેમાં તેને તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈકાલે ડિસકનેક્ટ બિલ ની રકમ બાકી હોવાથી હું તથા નવનીતભાઇ ઉમિયાશંકર દવે આસ. લાઇનમેન અમે બને જણા અમારી સરકારી ગાડી લઇ જાગનાથ શેરી નં.4 શિવાલય એપાર્ટમેન્ટમા ફ્લેટ નં.302 નો બીલ બાકી હોય ફલેટના ચોકીદારને જાણ કરતા એ મકાનનુ બીલ કનેકશન કાપવા માટે જણાવતા આરોપી પુષ્પરાજસિંહ જાડેજાનાઓને સિક્યુરીટી વાળાએ ફોન કરતા દસ મિનીટમા આવુ છુ તેમ કહ્યું હતું અને દસ મિનિટ બાદ આ પુષ્પરાજસિંહ જાડેજા આવેલ અને અ મોને બિભત્સ ગાળો આપવા લાગેલ અને મારા ગાલ ઉપર ફડાકો મારી લાકડી વડે માર માર્યો હતો અને ’તમો અહિંથી જતા રહો નહિતર હાથ પગ ભાંગી નાંખીશ’ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપેલ જેથી અને ત્યાંથી જતા રહ્યા હતા

બાદ અમે અમારા ડેપ્યુટી નાયબ ઇજનેર ડી. પી.ગઢવીનાઓને ફોન કરતા તેઓ તથા જુની એન્જી. જે.એન પ્રજાપતિજગનાથ પ્લોટ મા જગ્યા ઉપર આવી ગયેલ અને આ પુષ્પરાજસિંહ જાડેજાનાઓને સમજાવના તે કહેવા લાગેલ કે તમારાથી જે થાઇ તે કે રી લેજો મારી લીધે પગ મુકતા નહિ તેવું જણાવેલ બાદ મને મારામારીમાં ઈજા પોહચી હોવાથી મને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અને બાદ પુષ્પરાજસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.