Abtak Media Google News

બાલઘરમાં નાના બાળકો માટે સ્કેટિંગ, બોટિંગ, રમત ગમતના મેદાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે: ટૂંક સમયમાં બાલઘર ખુલ્લું મુકાશે

મોરબી નગરપાલિકા દ્વારા કેસરબાગને ફરી નંદનવન બનાવવાની કામગીરી શરૂ છે. ત્યારે કેસરબાગમાં આવેલા બાલઘરનું રીનોવેશન કરીને આગામી દિવસોમાં કાર્યરત કરવામાં આવશે. બાલઘરમાં ભૂલકાઓ માટે સ્કેટિંગ, બોટિંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.

Img 20180521 Wa0045મોરબી નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન કણઝારીયા, ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા, કારોબારી ચેરમેન જયરાજસિંહ જાડેજા અને ગાર્ડન કમિટીના ચેરમેન હીનાબા જાડેજાના જણાવ્યા મુજબ મોરબી શહેરના સૌથી મોટા બાગ કેસરબાગને રૂ.૩૬ લાખના ખર્ચે નંદનવન બનાવવાની કવાયત ચાલી રહી છે. જેમાં કેસરબાગમાં આવેલ બંધ હાલતમાં પડેલ બાલઘરને રીનોવેશન કરવા માટે આવરી લેવામાં આવ્યું છે.

Img 20180521 Wa0048બાલઘરમાં નાના ભૂલકાઓ માટે સ્કેટિંગ, બોટિંગ અને રમત ગમતનું મેદાન સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. ઉપરાંત બાળકોને બાળ ફિલ્મો દર્શાવવામાં આવશે. હાલ કેસરબાગમાં રમત ગમતના સાધનો, લાઇટિંગ, લોન અને વૃક્ષોની કામગીરી ચાલી રહી છે. આ બાલઘરને ટૂંક સમયમાં ખુલ્લું મુકવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.