Abtak Media Google News
  • મહાવદ નોમની ધજા સાથે ભક્તિ, ભજન, ભોજન, ભભૂતનો રંગ ભવનાથના મેદાનમાં જામશે દશમનો ક્ષય હોવાથી મેળામાં પાંચ ના બદલે ચોથા દિવસે શાહી રવાડી સાથે મેળાનું થશે સમાપન

ધર્મ નગરી જુનાગઢ ના પવિત્ર ગિરનાર ની તળેટીમાં આવતીકાલે મહાવદ નોમ થી શિવરાત્રીના મેળાનું પ્રારંભ થઈ રહ્યો છે, હિમાલયના ગોત્ર પિતા અને જ્યાં 33 કોટી દેવતા ,નવનાથ, બાવન પીર,ચોસઠ જોગણી ના બેસણા છે તેવા પવિત્ર ગિરનાર ની તળેટીમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં કાલથી શિવરાત્રીના મેળા  નો પ્રારંભ થશે,આ વર્ષે ચાર દિવસનો મેળો યોજાશે આવતીકાલે મહાવદ નોમ પાંચમી માર્ચથી ગિરનાર તળેટીમાં ભવનાથ મહાદેવ મંદિરે બમ બમ બોલે અને જય ગિરનારી  નાદ વચ્ચે ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રીના મેળા નું પ્રારંભ થશે આ વર્ષે દશમનો ક્ષય હોવાથી મેળો પાંચના  બદલે ચાર દિવસ સુધી ચાલશે ચાર દિવસ સુધી 250 થી વધુ અન્ન ક ક્ષેત્રોમાં હરિહર નો નાદ ગુંજી ઉઠશે અને રાત પડતા જ મંદિરો  ધમાલયો અને જ્ઞાતિની વાડીઓમાં વિવિધ કલાકારો સાથે સંતવાણીની રમઝટ જામશે .

Img 20240303 Wa0014 આ વખતે મહાશિવરાત્રીના મેળા નો બંદોબત પાંચ ઝોનમાં ગોઠવવામાં આવ્યો છે તેમાં સાત ડીંયએસપી, 23 પીઆઇ 117 પીએસઆઇ, 1084 પોલીસ કર્મચારી 136 ટ્રાફિક પોલીસ કર્મચારી, ત્રણ બોમ્બ સ્કોડ ત્રણ ક્યુ આરટી 529 હોમગાર્ડ 596 જીઆરડી 180 એસઆરપી જવાન 30 થી ટીમ ચોસઠ હભબ એસોજી કર્મચારી મળી કુલ 2799 સુરક્ષા કર્મચારીઓને તેના જ કરવામાં આવ્યા છે વહીવટી તંત્ર દ્વારા મહાશિવરાત્રીના મેળા દરમિયાન ભવનાથમાં ત્રણ દિવસ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે .જેમાં તારીખ પાંચના રોજ 7 થી 10 દરમિયાન લોક ડાયરા માં સાયરામ દવે.  ગીતા રબારી. શિવરાજ વાળા .તારીખ 6 ના રોજ કિર્તીદાન ગઢવી .અનુદાન ગઢવી. અને જગદીશ માહેર ના કાર્યકર્મો યોજાશે સાતમી ના દિવસે ભૂમિબેન ત્રિવેદી અનુરૂપ આહિર દીપક જોશી અને દિવ્યેશ જેઠવા કલા રસ પીરસે આવતીકાલે મહાવદ નોમના દિવસે પરંપરાગત રીતે ભવનાથ મંદિર ખાતે  ધજારોહણ અને પૂજા બાદ વિધિવત શિવરાત્રીનો મેળો શરૂ થશે આ વખતે ચાર દિવસનો મેળો યોજાશે

Img 20240303 Wa0012 ભવનાથ પરિસરમાં અઢીસોથી વધુ નાના-મોટા અનચ્છેત્રો માં હજારો વાનગીઓ સાથે લાખો ભાવિકોને રાત દિવસ ભોજન કરાવશે. બે દિવસથી જ ભવનાથ તરફ માનવ કીડિયારુ ઉભરાઈ રહ્યું છે ભવનાથ તળેટીમાં આવી પહોંચેલા સાધુ સંતોએ ધુણા  ધખાવા ની તૈયારીઓ કરી લીધી છે મનપા દ્વારા લાઈટ પાણી સફાઈ સિલ્કની વ્યવસ્થા અને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

ભવનાથ ના મેળા માટે એસટી અને રેલ્વે દ્વારા એક્સ્ટ્રા પરિવારની વ્યવસ્થા કરવામાં આવી છે આ વખતે અનુકૂળ વાતાવરણ સારા વર્ષના પગલે મેળામાં વિક્રમ જનક સંખ્યામાં ભાવિકો ઉમટી પડે તે માટેની તૈયારીઓ  કરવામાં આવી છે જિલ્લા કલેકટર રાણા વાસિયા ની સીધી દેખરેખ હેઠળ વહીવટી તંત્ર દ્વારા અણી ચૂક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સાધુ સંતો દ્વારા ભક્તિ સાથે ભાવિકોની સુવિધાની ભારે  ખેવના  રાખવામાં આવી છે

Img 20240303 Wa0017

ભવનાથના સાનિધ્યમાં જીગ્નેશ કવિરાજ

લોક ગાયક જીગ્નેશ કવિરાજ બારોટે ભવનાથ  ગાયુ ભજન ,ભાવ ,ભક્તિ અને ભજનનો  શિવરાત્રીનો મેળો માણવા આપ્યું ભાવિકોને આમંત્રણ.. શિવરાત્રીના મેળામાં સાધુ સંતો નું ધીમે ધીમે આગમન થઈ રહ્યું છે. ત્યારે આજે ગુજરાતના સુપ્રસિદ્ધ લોક ગાયક જીગ્નેશ કવિરાજ ભવનાથ મંદિરની પૂજા અર્ચના કરી હતી અને ભવનાથ મંદિરના ગર્ભગૃહમાં શિવનું ભજન ગાય ભગવાન ભોળાનાથની ઉપાસના કરી હતુ. મુજ ગુફાના મહંત અને મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી તેમજ અન્ય સાધુ સંતોની સાથે જીગ્નેશ કવિરાજ ભવનાથ મહાદેવની પૂજા અર્ચના કરી હતી.Img 20240303 Wa0011 ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે શિવરાત્રીનો મેળો, ત્યારે સાધુ સંતોના ભવનાથ ક્ષેત્રમાં આગમન થઈ ગયું છે.અને સાધુઓ પોતાના ધુણાઓ બનાવી રહ્યા છે.તો બીજી તરફ તંત્ર દ્વારા પણ તૈયારીઓને આખરીઓ આપી દેવામાં આવ્યો છે. જુનાગઢ શિવરાત્રી મેળામાં અન્ન ક્ષેત્રો દ્વારા ભાવિકોને વિનામૂલ્ય ભોજન પ્રસાદી પીરસવામાં આવે છે. અને ઉતારા મંડળ તેમજ સાધુ સંતોના આશ્રમોમાં ભજનની રમઝટ બોલે છે. ત્યારે માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારત ભરના કલાકારો પોતાની કલા પીરસવા અહીં આવે છે.આજે જીગ્નેશ કવિરાજ બારોટ ભવનાથ ખાતે આવ્યા હતા જેમણે મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી સાથે ભવનાથ મહાદેવ ની પૂજા અર્ચના કરી લોકોને શિવરાત્રીનો મેળો માણવા ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું.

ભવનાથ વેપારીઓની હડતાળનો અંત મેળો સુખરૂપ યોજવા સૌ એક મત

જુનાગઢ ભવનાથ ચિત્રના છેલ્લા ત્રણ દિવસથી ચાલતી હડતાલનો અંત આવ્યો, વેપારીઓ દ્વારા પ્લાસ્ટિક પ્રતિબંધ ના નિર્ણયને આવકાર્યો, રાબેતા મુજબ શરૂ થશે વેપાર ધંધા છેલ્લા ત્રણ દિવસથી ભવનાથમાં વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખવામાં આવ્યા હતા. જેનો આજે ધારાસભ્ય, મેયર અને ભાજપ પ્રમુખની બેઠકમાં સુખદ અંત આવ્યો છે. હાઇકોર્ટ દ્વારા ગિરનાર પ્લાસ્ટિક પ્રતિબંધનને લઈ તંત્રને સૂચન કરવામાં આવ્યું હતું. જેને લઇ તંત્ર દ્વારા ગિરનાર ભવનાથ તેમજ આસપાસના 24 ગામડાઓમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

Img 20240303 Wa0018

લોકોમાં પ્લાસ્ટિક ને લઈ જાગૃત આવે તે માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.જેને લઇ તંત્ર દ્વારા ગીરનાર તેમજ ભવનાથમાં અલગ અલગ જગ્યાએ પેન્ટિંગ બનાવી, હોર્ડીન્સ લગાવી જાગૃતતા લાવવામાં આવી રહી છે. શિવરાત્રીના મેળા દરમિયાન લાખો ભાવિકો મેળામાં આવતા હોય છે ત્યારે મેળા સમયે તંત્ર દ્વારા પ્લાસ્ટિક પ્રતિબંધનું નિર્ણય લેવામાં આવ્યો હતું. જેને લઇ ભવનાથ ક્ષેત્રના વેપારીઓ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી પોતાના વેપાર ધંધા બંધ કરી હડતાળ રાખવામાં આવી હતી. ત્યારે વેપારીઓ દ્વારા પણ પ્લાસ્ટિક પ્રતિબંધના સૂચનને માન્ય રાખી વેપાર ધંધા શરૂ કરી દેવામાં આવ્યા છે. ગીરનાર વેપારી એસોસિએશનના નાનક દેવચંદાણી એ જણાવ્યું હતું કે આજે સવારે તમામ વેપારીઓ દ્વારા તંત્ર સાથે હડતાલને લઈ ચર્ચા વિચારણા કરી  હતી. તેમાં હાઇકોર્ટની ગાઈડલાઈન મુજબ પ્લાસ્ટિક પ્રતિબંધ  કરવામાં આવ્યું છે. સૌએ પ્લાસ્ટિક મુક્ત ગિરનાર બનાવવાનું છે.ત્યારે અમે પણ વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ આ નિર્ણયને આવકાર્યો છે. અને વેપારી તરીકે અમારી પણ ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવાની અમારી ફરજ છે.

ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા એ જણાવ્યું હતું કે ગિરનાર ક્ષેત્રમાં વેપારીઓ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં વેપાર ધંધા બંધ રાખી હડતાલ કરવામાં આવી હતી. મનપાના મેયર ધારાસભ્યભાઇ કોરડીયા ભાજપ શહેર પ્રમુખ પુનિત શર્મા સાથે વેપારીઓની બેઠક યોજાઇ હતી. જેમા હાઇકોર્ટનો પ્લાસ્ટિક મામલે ચુકાદો કરવામાં આવ્યો છે. 2012 થી ગિરનારને ઇકોસેનસીટીવ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને તેમાં પ્લાસ્ટિક મુક્ત કરવાનું સૂચન કરવામાં આવ્યો હતો.Img 20240303 Wa0015

શિવરાત્રી મેળાની તૈયારીઓ પર પૂર્ણ કલેકટરે કર્યુ અંતિમ નીરીક્ષણ

કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ આજે મહાશિવરાત્રીના મેળા સંદર્ભે ભવનાથ તળેટી સહિત મેળાના વિસ્તારની સ્થળ મુલાકાત કરી જરૂરી સુવિધાઓ અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.

કલેકટરીએ ભરડાવાવ, દામોદર કુંડ ઉપરાંત જુદા જુદા પાર્કિંગ સ્થળો અને ભાવિકોની વધારે ભીડ રહે છે તેવા પોઇન્ટ ની મુલાકાત કરી, યોગ્ય રીતે ટ્રાફિક નિયમન થઈ શકે તે માટે સંબંધીત અધિકારીઓને સૂચના આપી હતી. ઉપરાંત કલેક્ટરશ્રીએ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાનાર છે તેવા ભવનાથના પ્રકૃતિ ધામની પણ મુલાકાત કરી હતી અને ફાયર, પીવાના પાણી, વાહન પાર્કિંગ જરૂરી અન્ય વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.Img 20240303 Wa0016

કલેક્ટરએ ભવનાથ મહાદેવના દર્શન કરવાની સાથે મૃગીકુંડ ખાતેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.

આ સ્થળ વિઝીટ પૂર્વે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને મહાશિવરાત્રીના મેળા સંદર્ભે પૂર્વ તૈયારીઓનો તાગ મેળવ્યો હતો. આ બેઠકમાં આરોગ્ય, વીજળી, સફાઈ, પીવાના પાણી સહિતના મુદ્દે જરૂરી પરામર્શ કર્યો હતો.

આ સ્થળ વિઝીટ અને બેઠકમાં કમિશનર શ્રી ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા, પ્રાંત અધિકારી સુશ્રી ભૂમિબેન કેશવાલા, ડેપ્યુટી કમિશનર શ્રી ઝાપડા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.