Abtak Media Google News

વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રમી બે પોઈન્ટની ભેટ સચિનને અસ્વીકાર્ય

ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈ દ્વારા પાકિસ્તાન સામે મેચ નહીં રમવાના નિર્ણય માટે હવે સરકાર તરફ નિર્ધાર રાખતા સુપ્રીમ કોર્ટે કમીટીની રચના કરી છે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ ક્રિકેટ બોર્ડને લેખીતમાં રજૂઆત કરશે.

Advertisement

શુક્રવારે સીઓએની બેઠકમાં પ્રમુખ વિનોદ રાયે કહ્યું હતું કે, પાક. સામે ક્રિકેટ રમવું કે નહીં તેનો નિર્ણય સરકાર પર નિર્ધારીત કરવામાં આવ્યો છે. વર્લ્ડકપ આડે માત્ર ૩ મહિનાનો સમય રહ્યો છે ત્યારે આ બાબતે ગંભીર ચર્ચા કરવામાં આવી રહી છે. તેમણે આતંકીઓ સાથે સંબંધ ધરાવતા દેશ સાથે કોઈપણ વ્યવહારો ન રાખવાના ભાવના દર્શાવી હતી. સીઓએની બેઠક અંગે વિનોદ રાયે જણાવ્યું કે, સરકાર જે આદેશ આપશે તે પ્રમાણે ક્રિકેટ બોર્ડમાં કામ કરવામાં આવશે. ભારત-પાક.ના મેચ અંગે વિશ્વ આખાની નજરે આ નિર્ણય પર ટકી છે.

ત્યારે ભારતના ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે કહ્યું કે, પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાક. વચ્ચે રમાનારી મેચો અંગે કેટલાક નિર્ણયો અને ચર્ચાઓથી આ મેચ રદ્દ થાય તેવી શકયતાઓ છે. પરંતુ વિશ્વ કપમાં પાકિસ્તાન સામે નહીં રમીને ભારતે ૨ પોઈન્ટ ગુમાવવાનું હું પસંદ નહીં કરુ,પાકિસ્તાન સામે હંમેશાથી આપણું પ્રદર્શન આક્રમક અને સારૂ રહ્યું છે ત્યારે પાક. સામે મેચ ન રમીને ૨ પોઈન્ટ કઈ રીતે ગુમાવી શકાય પરંતુ ભારત મારા માટે સર્વોપરી છે. સરકાર તેમજ ક્રિકેટ બોર્ડનો જે કાંઈ નિર્ણય હશે તેને હું સમર્થન આપીશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.