Abtak Media Google News

અભિજીત મુહૂર્ત સવારે ૮.૧૬ થી ૧૧: દુકાનદારો-ધંધાર્થીઓ શુભ ચોઘડીયે વેપાર-ધંધા શરૂ કરશે

દિવાળી પર્વને હર્ષોલ્લાસથી મનાવ્યા બાદ કાલે લાભ પાંચમના શુભમુહુર્તે વ્યાપાર ધંધાનો શુભારંભ થશે. દિપોત્સવીના પાંચ દિવસીય પર્વ દરમ્યાન લોકોએ આનંદ – ઉમંદ કરી હરી ફરી મોજ માણ્યા બાદ કાલથી સૌ કોઇ પોત પોતાના કામ ધંધે ચડી જશે.  દુકાનદારો  ધંધાર્થીઓ લાભપાંચમના અભિજીત મુહર્તે વેપાર-ધંધા શરૂ કરી લક્ષ્મીજીની અવિરત કૃપા વરસે તેવી પ્રાર્થના કરશે.

જો કે વિદ્યાર્થીઓને હજુ દિવાળી શોખીનો પર્યટન સ્થળોએ ફરી રહ્યા છે. વણજોયું મુહુર્ત લાભપાંચમે વ્યાપાર-ધંધાની શરુઆત ઉપરાંત નવી પેઢી દુકાનોનું પણ ઉદધાટન કરવામાં આવે છે. નવા વર્ષના પ્રારંભે સૌ કોઇ આનંદ ઉમંગમાં હોય દરેકમાં એક નવી આશાનું કિરણ ઉગે છે.

કાલે કારતક સુદ પ ને શુક્રવારે લાભપાંચમે સવારે ૮.૧૬ થી ૧૧.૦૬ કલાક સુધી શુભમુહર્ત તેમજ બપોરે ૧૨.૩૦ થી ૧.૫૫ કલાક દરમ્યાન પેઢી ખોલી વ્યાપાર કાર્ય, મશીનરીનો પ્રારંભ કરી શકાશે તેમ શાસ્ત્રી રાજદિપભાઇ જોષીની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.