Abtak Media Google News

કિંજલ દવેએ આ પહેલા પેંડલ મારી મારી મારી વિરા સાઇકલ ચલાઇ આપ, દેશી ગુજરાતીના લહેકા સાથેનું ગીત રજુ કરેલ જે પણ બહુ પોપ્યુલર થયું

Image 3

ગાયિકા કિંજલ દવેએ ઇન્સ્ટ્રાગ્રામ પોસ્ટ શેર કરી છે જેમાં તે સૌરભ ગજજર દ્વારા દિગ્દર્શિત તથા વિશાલ પારેખને લીડ રોલમાં દર્શાવનાર સિંગલ ભાઇનો મેળ પડી ગયોમાં પોતાના અવાજનો ટહુકો પુરાવશે. પોતાના આ નવા ગીત વિષે કિંજલે ઇન્સ્ટા પોસ્ટની બાજુમાં લખ્યું છે. ફરીથી લગ્નની સિઝનમાં તમે લોકો ખુબ નાચો એના માટે અમે લોકો એક સરસ ગીત લઇને આવી રહ્યા છીએ જેનું નામ છે. ભાઇનો મેળ પડી ગયો અને આમા મારી સાથે ખુબ સરસ અભિયન કર્યો છે. એવા આપણા ચાહિતા ટીકટોક સ્ટાર વિશાલ પારેખ તો તમામ લોકો આ ગીત જોવા માટે કિંજલ દવે યુ ટયુબ ચેનલ ઊંમ મશલશફિંહ   ને સબ્સ્ક્રાઇબ કરો અને આ ગીત આવે એટલે એને ખુબ જ પ્રેમ આપો એવી નમ્ર વિનંતી જય માતાજી

1.Monday 2

ભાઇ બહેનની વચ્ચેના મજાના સંબંધોને આ ગીત વ્યાખ્યાન કરશે તેવું તેના પોસ્ટર પરથી લાગી રહ્યું છે. કિંજલ દવેએ આ પહેલા પેંડલ મારી મારી મારી વિરા સાઇકલ ચલાઇ આપ, દેશી ગુજરાતી ગીત રજુ કર્યુ હતું. જે પણ બહુ પોપ્યુલર થયું હતું ભાઇનો મેળ પડી ગયો એ ગીત અંગે અત્યારે તો કિંજલે પોતાના ફેન્સ સાથે બીજી કોઇ ડિટેઇન શેર નથી કરી પણ તેનો ફર્સ્ટ લુક શેર કરવાની સાથે તેનું એકસાઇટમેન્ટ સ્પષ્ટ દેખાઇ આવે છે. આ ગીતની જાહેરાત સાથે કિંજલે કેટલાક લેટેસ્ટ ફોટોગ્રાફસ પણ મુકયા છે. કિંજલનો આ લુક ટ્રેન્ડી અને પરંપરાના પરફેકટ બેલેન્સ જેવો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.