Abtak Media Google News

ગેરકાયદેસર-વધુ મુસાફર બેસાડનારા ટ્રક ચાલકો સામે લેવાશે કડક પગલા

રંઘોળા દુર્ઘટનાના પોણા ત્રણ મહિના બાદ આજે ફરીવાર વધુ એક કરૂણાંતિકા સર્જાઈ છે. ભાવનગર-અમદાવાદ શોર્ટ માર્ગે આજે સિમેન્ટ ભરેલા કાળમુખા ટ્રકે મોતનું તાંડવ સર્જ્યું છે. જેમાં 19 જેટલા શ્રમજીવી લોકોને કાળ ભરખી ગયો છે. જેને પગલે મજૂરી કરીને પેટીયું રળતા મૃતકોનો ઘરમાં અને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફેલાયું છે.

આ દુર્ઘટનાને લઈ મુખ્યમંત્રી રૂપાણીએ પણ શોક વ્યક્ત કર્યો છે. તેમજ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

માત્ર એટલું જ નહીં, વારંવાર બની રહેલી આ પ્રકારની દુર્ઘટનાઓને ધ્યાનમાં લઈ રૂપાણીએ કહ્યું કે, ગેરકાયદેસર અને વધુ મુસાફરો બેસાડનાર ગાડી માલિક સામે કડકમાં કડક પગલા લેવાની પણ કાર્યવાહી કરવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.