Abtak Media Google News

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે નિદાન કેમ્પનું કરશે ઉદઘાટન: બ્રહ્મસમાજના વિવિધ તડગોળના પ્રમુખો અને વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિતિ રહેશે

સમાજ સેવાના એકજ મંત્ર સાથે કાર્ય કરતી  ભૂદેવ સેવા સમિતિ  છેલ્લા ચૌદ વર્ષથી કાર્યરત છે. સંસ્થા દ્વારા સામાજીક તથા સેવાકિય કાર્ય જેવાકે રકતદાન કેમ્પ, વિદ્યાર્થી સન્માન સમારોહ, પારિતોષિક વિતરણ, સર્વરોગ નિદાન કેમ્પ, યુવક યુવતિ પરિચય સંમેલન મેળો, સરકારી યોજનાની જાણકારી આપવી, મા. વાત્સલ્ય કેમ્પનું આયોજન, ગણેશ મહોત્સવ, ધાર્મિક રેલીનું આયોજન, વિદ્યાર્થી પ્રોત્સાહન સેમીનાર તથા અન્ય સેવાકિય પ્રવૃતિઓ ખૂબજ સારી ભાવના સાથે કરવામાં આવે છે .

ભૂદેવ સેવા સમિતિના યુવા પ્રમુખ તથા સંસ્થાપક તેજસ ત્રિવેદી જણાવે છે કે ભૂદેવ સેવા સમિતિના સેવાકીય કાર્યક્રમોના ભાગરૂપે તા . 26/12/2021 રવિવારના  જીનેસીસ મલ્ટીસ્પેશીયાલીટી   હોસ્પિટલ, રૈયા ચોકડી પાસે, તા.26.12 રવિવાર, સમય સવારે 9 થી બપોરે 1  રોજ ભૂદેવ સેવા સમિતિ દ્વારા જીનેસીસ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલ , રાજકોટના સહયોગથી વિનામુલ્યે ‘ ‘ સર્વરોગ નિદાન કેમ્પ ’ ’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અત્યારના સમયમાં એમ કહી શકાય કે ‘ ‘ પહેલુ સુખ તે જાતે નર્યા ’ ’ ટેકનોલોજી / વિજ્ઞાનની શોધખોળો વધવા સાથે લોકોની જીવનશૈલીમાં ખુબજ મોટો નકારાત્મક બદલાવ આવ્યો છે .

જેના કારણે આજના સમયમાં વૃદ્ધ હોય કે યુવાન કોઈને કોઈ નાની બીમારીથી પીડાતા અને આજના સંઘર્ષભર્યા જીવનમાં સૌને મેડીકલ નિદાન ન પરવડે અને ઘણીવાર એવું પણ જોવા મળે છે કે પ્રાથમિક નિદાન માટે પણ ધણી ફીઝ ચુકવવી પડે છે કે ખર્ચો થાય છે . ભૂદેવ સેવા સમિતિ દ્વારા જીનેસીસ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલના સહયોગથી તા . 26/12/2021 રવિવારના કેમ્પમાં તમામ રોગના નિષ્ણાંત ડોકટર્સની પેનલ દ્વારા સર્વ રોગનું નિદાન વિનામૂલ્યે કરવામાં આવનાર છે તેમાં સૌરાષ્ટ્રના ખ્યાતનામ ડોકટર્સ – સર્જન સેવા આપવાના છે તેમાં અર્ચિત રાઠોડ (એમ.ડી.) , ડો . જયંત મહેતા (ક્રીટીકલકેર ફીઝીશ્યન) , ડો . પ્રતાપસિંહ ડોડીયા (જનરલ એન્ડ લેપ્રોસ્કોપી સર્જન) , ડો . ભરત આર . વડગામા (એમ.ડી. પેથોલજી) , ડો . દર્શન ભટ્ટ (ઓટોન્યુરોલોજીસ્ટ – કાન , નાક , ગળાના સર્જન) , ડો . શૈલેષ જોરીયા (ગાયનેક – સ્ત્રીરોગ નિષ્ણાંત) વગેરે સેવાઓ આપશે જેના દર્દીઓને વિનામુલ્યે તપાસશે અને જરૂરીયાતમંદ દર્દીઓને રાહતદરે ઓપરેશન કરી આપશે .

આ મેગા – સર્વરોગ નિદાન કેમ્પનું ઉદ્ઘાટન ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ કરશે , પ્રેરણાદાયી ઉપસ્થિતી પ્રદેશ ભાજપ અગ્રણી  નિતીનભાઈ ભારદ્વાજની રહેશે . અતિથિ વિશેષ તરીકે સર્વ દર્શીતભાઈ જાની (પ્રમુખ , સમસ્ત બ્રહ્મસમાજ , કમલેશભાઈ જોષી (મહામંત્રી , સતર તાલુકા ઝાલાવાડ બ્રહ્મસમા નિશાંતભાઈ રાવલ ( મહામંત્રી , બ્રહ્મપુરી હડીયાપા ચોવીસી બ્રહ્મસમાજ) ,  જયેશભાઈ જાની  ( પ્રમુખ , ઔદિચ્ય ઝાલાવાડી (પ્રમુખ , હળવદ બ્રહ્મસમા , ડો . અતુલભાઈ વ્યાસ બ્રહ્મસમાજી ,  જે.પી. ત્રિવેદી (પ્રમુખ ઓમ માનવ કલ્યાણ ટ્રસ્ટ) ,  મહેન્દ્રભાઈ રાવલ ઉપપ્રમુખ , મોરબી વાંકાનેર બ્રહ્મસૃમાજ સર્વઓની ઉપસ્થિત રહેશે .અબતક સાથે વાતચીતમાં સંસ્થાના સ્થાપક  તથા પ્રમુખ તેજસ ત્રિવેદી જણાવે છે આ મેગા સર્વરોગ નિદાન કેમ્પનો વધુમાંવધુ લોકો લાભ લ્યે તેવો અનુરોધ કરવામાંઆવેલ છે.

આ માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. અત્યાર સુધીમાં 500થી 600 રજીસ્ટ્રેશન થયેલ છે. રજીસ્ટ્રેશન માટે સંસ્થાના પ્રમુખ  તેજસ ત્રિવેદીના માર્ગેદર્શન હેઠળ કેમ્પને સફળ બનાવવા  સમગ્ર ટીમ કાર્યરત છે . દર્દીઓએ રજીસ્ટ્રેશન કરાવવા માટે મયુર વોરા મો. . 94272 71439, વિશાલ આહ્યા મો . 98252 49394, જીજ્ઞેશ ત્રિેવેદી મો. 96622 00575, નિરજ ભટ્ટ મો. 8866990518, વિશાલ ઉપાધ્યાય મો. 85118 45575, જય પુરોહિત મો. 73591 12178, સંદિપ પંડયા મો. 90990 72108, દર્શન પંડયા મો. 96620 00004.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.