Abtak Media Google News

જામનગરના ગેંગસ્ટર સામે રાજકોટ ગુજસીટોક હેઠળ ૧૪ સામે કાર્યવાહી કરી ’તી

જયેશ પટેલના બે સાગ્રીતોના ૧ર દિવસના રીમાન્ડ મંજુર

રાજયમાં અસામાજીક પ્રવૃત્તિઓમાં નેસ્તનાબુદ કરવા રાજય સરકાર દ્વારા કટીબધ્ધતા દાખવી ગુજસીટોક જેવા અનેક કાયદાઓ અમલમાં મુકવામાં આવ્યા છે.

સમગ્ર રાજયમાં ચકચાર જગાવનાર જામનગરનાં ભૂમાફીયા જયેશ પટેલ ગેંગના ૧૪ શખ્સો સામે જામનગરમા પ્રથમ વખત ગુજસીટોક હેઠળ ગુનોનોંધી આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જયારે જયેશ પટેલ ગેંગનો બાહુબલી બેલડીને ૨૦ દિવસના રિમાન્ડ માટે રાજકોટની ગુજસીટોક સ્પેશ્યિલ કોર્ટમાં રજૂ કરવામાં આવતા બંધુ બેલડીના ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કરતો કોર્ટે હુકમ કર્યો છે.

જયારે ૬ આરોપીના રિમાન્ડ પૂર થતા જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

રાજયમાં ગુનાખોરીને નાથવા સરકાર દ્વા ગુજસીટોક કાયદાને અમલી બનાવવામાં આવ્યો છે.ત્યારે આ કાયદા હેઠળ રાજયમાં પાંચમો અને જામનગરમાં પ્રથમ કેસ જામનગરના ભૂમાફીયા જયેશ પટેલ સહિત ૧૪ આરોપીઓ સામે નવા કાયદા મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો જે કાયદા હેઠળ જામનગરનાં અગ્રણી બિલ્ડર નિલેશ મનસુખ ટોળીયા, ભાજપના કોર્પોરેટર અતુલ વિઠલ ભંડેરી જામનગર એલસીબીમાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત પોલીસમેન વશરામ ગોવિંદ મિયાત્રા, બિલ્ડર મુકેશ વલ્લભ અભંગી, અખબારી જગત સાથે સંકળાયેલા પ્રવિણ પરસોતમ ચોવટીયા, જીગર ઉર્ફે જીમી પ્રવિણ ચંદ્ર આડતીયા, નિલ મનજી પરમાર અને પ્રફુલ જયંતી પોપટની ધરપકડ કરી હતી.જયારે જયેશ પટેલ ગેંગમાં સંડોવાયેલા આરોપી યશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજાનો જામનગર ક્રાઈમ બ્રાંચે જેલમાંથી કબજો લીધો હતો. જયારે નાસતો ફરતો જયપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા પોલીસ સમક્ષ હાજર થતા એએસપી નિતેષ પાંડે અને એસઓજી પીઆઈ નીનામાએ બંધુ બેલડીને ૨૦ દિવસના રીમાન્ડની માંગ સાથે સૌરાષ્ટ્રની સ્પેશિયલ ગુજસીટોક રાજકોટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા રિમાન્ડ અરજી સ્પેશિયલ કોર્ટમાં ચાલવા ઉપર આવતા કોર્ટે બંને પક્ષોની રજૂઆતો અને દલીલોને ધ્યાને લઈ યશપાલસિંહ જાડેજા અને જશપાલસિંહ જાડેજાના ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો છે.આ કેસમાં સરકાર તરફે રાજકોટ જિલ્લા સરકારી વકિલ સંજય વોરા અને મદદનીશ સરકારી વકિલ સમીર ખીરા રોકાયા હતા.

૬ આરોપીને અલગ અલગ જેલમાં ધકેલવા અરજી; સુનાવણી

જામનગરના ચકચારી જયેશ પટેલ સહિત ૧૪ સામે ગુજસીકોટ હેઠળ ગુનો નોંધી આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં નિલેશ મનસુખ ટોળીયા અતુલ વિઠલ ભંડેરી, પ્રવિણ પરસોતમ ચોવટીયા, અનિલ મનજી પરમાર, વશરામ ગોવિંદ મીયાત્રા અને મુકેશ વલ્લભ અભંગીયાના રિમાન્ડ પૂરા થતા સૌરાષ્ટ્રની રાજકોટ સ્પેશીયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ઉપરોકત તમામ આરોપીઓ જામનગરની જેલમાંથી પોતાના માણસોને સૂચના આપી સાક્ષીઓને દબાવી શકે તેમ હોવાની દહેશતે જામનગર પોલીસ દ્વારા ઉપરોકત તમામ આરોપીઓને અમદાવાદ, સુરત અને વડોદરાની જેલમાં ધકેલવા માટે અરજી કરવામાં આવી છે. જેની સ્પેશિયલ કોર્ટમા સુનાવણી હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.