Abtak Media Google News

ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની મુર્તિને ત્રણ ભવ્ય રથોમાં પધરાવીને ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નગર માં ફરે છે અને ભક્તવૃંદ ર થયાત્રામાં જોડાઈ ધન્યતા અનુભવે છે

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર એ રાજકોટ જિલ્લાના સર્વે ગ્રામજનોને અષાઢી બીજના પાવન પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે અષાઢી બીજ એ રથયાત્રાનું મંગલ પર્વ છે.દર  વર્ષે જગન્નાથપુરી- ઓરીસ્સામાં ર થયાત્રા ધામધુમથી નીકળે છે. ભાર તીય સંસ્કૃતિમાં હિન્દુ તહેવારોનું અનેરૂ મહત્વ છે. અષાઢ મહિનાની શરૂઆત પણ તહેવાર થી થાય છે અને અંત પણ તહેવાર થી આવે છે. જેમ અષાઢી બીજને રથયાત્રાના પર્વ તરીકે ઉજવવામાં આવે છે અને અષાઢી અમાસને દિવાસા તરીકે ઉજવવામાં આવે છે.

દર  વર્ષે આ દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની મુર્તિને ત્રણ ભવ્ય રથોમાં પધરાવીને ભવ્યાતિભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. રથયાત્રામાં લાખોની જનમેદની ઉમટે છે અને આ ત્રણેય ર થોને હજારો મનુષ્યો ભક્તિભાવથી ખેંચે છે અને ધન્યતા અનુભવે છે. ત્યારે ખરેખર  તો જગન્નાથપુરીમાં પ્રભુના રથને તો લોકો જનકપુરીથી ખેંચીને મંદિરે પહોંચાડે જ છે, પણ આ પાવન પર્વના દિવસે આપણે પોતાના જીવનર થને પ્રભુ સુધી પહોંચાડવાનો છે એવો સંદેશો મળે છે. ત્યારે લોક્સાહીત્યકારોએ પોતાની ર ચનાઓમાં અષાઢ મહિનાને ખુબ ખુબ બિર દાવ્યો છે.

અષાઢ મહિનામાં મેઘરાજાની સવારી વાજતે-ગાજતે આવી પહોંચે છે અને આકાશમાં ઘનઘોર  વાદળ છવાઈ જાય છે, વાદળોના ગડગડાટ, વીજળીના ચમકાર અને સુસવાટ પવન સાથે ધોધમાર  વર સાદ તુટી પડે છે. વર સાદના આગમન સાથે ચોમેર  ખુશીનો માહોલ છવાઈ જાય છે. વર સાદ પડતા જ ખેડુતોનો હર ખ સમાતો નથી અને તેઓ ખેતર માં વાવણી કરે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.