Abtak Media Google News

મતગણતરી દરમિયાન બેદરકારી દાખવનારા ચૂંટણી અધિકારી જાની સામે કાર્યવાહી કરવા ચૂંટણી પંચની તાકીદ

દેશભરમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી અંતિમ તબકકામાં પહોંચી છે ત્યારે આ ચુંટણી દરમ્યાન ગેરરીતી આચરવામાં આવી હોવાની ફરીયાદો ઉઠતી રહી છે. આવી જ એક મતગણતરી દરમ્યાન મતો ગણવામાં રાખવામાં આવેલી બેદરકારીની ફરીયાદ ગુજરાણ હાઇકોર્ટ સુધી પહોંચી છે. રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના ધોળકા બેઠક પર થયેલા વિજયને પડકારતી આ ફરીયાદમાં ચુંટણી અધિકારી છે જાનીએ બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ થતાં, સફાળા જાગેલા ચૂંટણી પંચે આ ચૂંટણી અધિકારી સામે કાર્યવાહી કરવા રાજયના મુખ્ય સચિવને તાકીદ કરી છે.

ગુજરાત હાઇકોર્ટમાં ધોળકા વિધાનસભાની ચુંટણીમાં ગેરરીતીની ફરીયાદનો મામલો ભારે ચકચારી બન્યો છે. ગુજરાત હાઇકોર્ટે ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વિજય સામે પડકાર ફેંકતી અરજીની સાથે સાથે સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામાથી નારાજગી ઉભી થઇ છે.ભુપેન્દ્રસિંહ ચુડાસમા ૩૨૭ મતોથી વિજેતા જાહેર થયા હતા. જયારે કોંગ્રેસના હરિફ ઉમેદવારનો આક્ષેપ છે કે તેમના ૪૨૯ પોસ્ટલ મતો રદ કરી નાંખ્યા હતા.

ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ પરેશ ઉ૫ાઘ્યાયે  શિક્ષા મંત્રીના વકીલને તતડાવતા કહ્યું હતું કે કોર્ટ કોઇના ઇશારે નથી ચાલતી સુપ્રિમ કોર્ટમાં ન્યાયમૂર્તિની બદલને લઇને સોગંદનામુ આપીને તમને એવું લાગે છે કે આ મામલામાં તેમને મોટબીફોરમીનો લાભ મળશે તો એવું નહિ થાય કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડને ફરીયાદ કરી છે કે જવાબદાર અધિકારીઓએ તેમને મળેલા પોસ્ટલ મતો રદ કરી નાખવાથી ભાજપના ચુડાસમાને ૩૨૭ મતોથી વિજેતા જાહેર કર્યા હતા. ભાજપના ઉમેદવાર ચુડાસમા ને ૭૨૫૩૦ મતો મળ્યા હતા. કોંગ્રેસના અશ્વિન રાઠોડને ૭૧૨૦૩ મતો મળ્યા હતા. અશ્ર્વિન રાઠોડનો આક્ષેપ છે કે જવાબદાર અધિકારીઓએ તેને મળેલા ૪૨૯ પોસ્ટલ મતો રદ કરી નાખ્યા હતા. જો આ મત ગણતરીમાં લીધા હોત તો યાતે વિજયળી જાહેર થાત  બુધવારે આ મામલે સુપ્રિમ કોર્ટે આ અંગે સ્ટે ઉપર ઇન્કાર કરી દીધો હતો.

સુપ્રીમ કોર્ટમાં ભારે ચર્ચાસ્પદ બનેલા આ મામલાના પગલે મંગળવારે ચુંટણી પંચે ગુજરાત સરકારને જવાબદાર ચુંટણી અધિકારી રીટનીંગ ઓફીસર ધવલ જાની અને ૨૦૧૭ ની ચુંટણીમાં ચુંટણી નીરીક્ષક તરીકે ફરજ બજાવનાર વિનિતા વોરાને મત ગણતરી દરમિયાન નિયમોની અમલવારી ન કરવા બદલ આકરો દંડ કરવાની હિમાયત કરી છે.

ચુંટણી પંચે મુખ્ય સચિવને ચુંટણી નિરીક્ષક સામે આકરા પગલાનો આદેશ કર્યો છે. ચુંટણી પંચે જવાબ આપ્યો હતો કે આ અંગે કાર્યવાહી ચાલુ છે શ્રીમતિ વનિતાબેન વોરાને મત ગણતરી દરમિયાન નિયમનું પાલન ન કરવા  અંગે કસુરવાર ગણ્યા છે. આ જ રીતે સરકાર દ્વારા રીટનીંગ ઓફીસર  ધવલ જાની કે જેને તેની જગ્યા પરથી ૨૦૧૭ ની સામાન્ય ચુંટણીમાં બદલી નાખવામાં આવ્યા છે.

આ નિર્ણય ન્યાયમુર્તિ પરેશ ઉ૫ાઘ્યાય એ જાનીને કસુરવાર ઠરવા બાદલ તુરંત જ નિર્ણય લેવામાં આવ્યો હતો. ચુંટણી પંચે હાઇકોર્ટને ગુજરાત સરકાર સાથેની સંકલન કાર્યવાહી અંગે માહીતી આપી હતી. કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડની ૩૨૭ મતે હાર થઇ હતી. કોંગ્રૅેસે આ મતગણતરીમાં મોટી ગેરરીતી થઇ હોવાની ફરીયાદ કરી હતી. આ મામલામાં હાઇકોર્ટ મારફત આ કેસ પડતો મુકી દેવામાં આવ્યો હતો પરંતુ તપાસ દરમિયાન ગેરરીતી બહાર આવતા ચુંટણી પંચ અને રિર્ટનીંગ ઓફીસરને પક્ષકાર તરીકે જોડીને આ કેસને ફરીથી ચલાવવામાં આવ્યો હતો. હવે આ અંગે આઠમી મે એ સુનાવણી હાથ ધરવામાં આવશે.

ધોળકા બેઠકની વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને પરાજીત જાહેર કરવાના નિર્ણય સામે પોસ્ટલ મતો રદ કરવાની બાબતને મુખ્ય મુદ્દો બનાવવામાં આવ્યો હતો. ચુંટણી નિરીક્ષક અને પ્રીસાઇડીંગ ઓફીસરે મત ગણતરીના નિયમોનુ ઉલ્લધન કર્યુ હોવાનો સ્પષ્ટ પણે સાબિત થતા અત્યારે પરિસ્થિતિએ આપીને ઉભી રહી છે કે કસુરવાર બન્ને કર્મચારીઓ પર આકરા દંડની તલવાર અને ચુંટાયેલા ભુપેન્દ્રસિંહ ચુડાસમાના મંત્રી પદ પર જોખમ ઉભું થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.