Abtak Media Google News

લોકસભા ક્ષેત્રોમાં ઓછામાં ઓછા બે રથો એમ કુલ બાવન રથો ભ્રમણ કરશે

ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતેથી ‘ફીર એક બાર મોદી સરકાર’ બનાવવાના સંકલ્પ સાથે ભાજપાના પ્રચાર-પ્રસાર અર્થે ડીજીટલ એલ.ઇ.ડી રથોના પ્રસ્થાન કરાવી ઇલેકટ્રોનિક મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, ગુજરાત અને દેશભરમાં ચૂંટણીનો માહોલ બનતો જાય છે. ભાજપાનું કાર્યકર્તારૂપી સૈન્યબળ કામે લાગી ગયું છે. લોકસભાસ: વિજયસંકલ્પ સંમેલનો ઉમળકાસભર વાતાવરણમાં યોજાઇ ગયા છે અને લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયના તમામ લોકસભા બેઠકો પર ઉદ્ઘાટન પૂર્ણ થઇ ચૂકેલ છે. અમદાવાદ ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહનો ઉત્સાહજનક વાતાવરણમાં લોકસંપર્ક રાઉન્ડ યોજાયો જેમાં જનતાનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો.

અગાઉ પ્રદેશ ભાજપા દ્વારા ‘મૈં ભી ચૌકીદાર’ થીમ સાથે લોકશૈલીમાં પ્રચાર-પ્રસાર, ભાજપાના વરિષ્ઠ નેતા સુરેન્દ્રકાકાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ ૫૧ થી વધુ વસ્તુ ધરાવતી પ્રસાર સાહિત્ય કીટનું ગુજરાતભરના પ૦,૧૨૮ બૂથમાં વિતરણ, ૧૩ ડાન્સીંગ મ્યુઝીકલ થીમ દ્વારા કેન્દ્રની યોજનાઓથી જનતાને અવગત કરાવવી, જેવા પોઝીટીવ કેમ્પેઇનથી ભાજપા જનતાની વચ્ચે જઇ રહી છે.

આજરોજ પ્રસ્થાન કરાવવામાં આવેલા એલ.ઇ.ડી.રથો વિશે માહિતી આપતા ભરત પંડ્યાએ જણાવ્યુ હતુ કે, સમગ્ર દેશમાં ૫૫૦ થી વધુ એલ.ઇ.ડી. રથો પરીભ્રમણ કરશે. ગુજરાતના દરેક લોકસભા ક્ષેત્રોમાં ઓછામાં ઓછા બે રથો એમ કુલ બાવન (૫૨) રથો ભ્રમણ કરશે અને કમળનું બટન દબાવો, ફરી એકવાર મોદી સરકાર બનાવોના સંદેશ સાથે ગુજરાતની સાડા ૬ કરોડ જનતા વચ્ચે પહોંચશે. આ રથમાં ત્રણ પ્રકાર વીડિયો દર્શાવાશે. પ્રથમ વીડિયો ૧૭ મીનીટનો છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ભાજપા સરકારની ઉપલબ્ધીઓ દર્શાવવામાં આવશે, બીજા વીડિયો મૈં ભી ચૌકીદાર થીમનો છે, જે સાત મીનીટ ચાલશે, ત્રીજો વીડિયો ૩ મીનીટનો છે જે મોદી હૈ તો મુમકીન હૈ થીમ આધારિત છે. આ રથ ગુજરાતભરમાં ચલાવવા પાછળનો મુખ્ય હેતુ છે કે, જનજન સુધી સરકારની ઉપલબ્ધીઓની ચર્ચા થાય, વધુમાં વધુ મતદાન થાય, કોંગ્રેસની નિષ્ફળતાઓ અને મોદી સરકારની સફળતાઓને જનતા સરખાવી શકે તેમજ જનભાગીદારીથી દેશે સંપૂર્ણ બહુમતવાળી મજબૂત સરકાર બનાવી ૨૦૧૯ની ચૂંટણીમાં ૨૦૧૪ની ચૂંટણીનું પુનરાવર્તન કરે.

આ ઉપરાંત ભાજપાના પ્રચાર-પ્રસાર માટે જાદુગરોની ટીમ ચૂંટણી પ્રચારમાં ઉતરશે, આ પરંપરાગત પ્રચાર માધ્યમથી જાદુગરો હળવી શૈલીમાં કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી યોજનાઓની માહિતી જનતાને મનોરંજન સાથે આપશે. એક લોકસભા બેઠકદીઠ જાદુગરોની બે ટીમ પ્રચાર-પ્રસારના કાર્યો કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.