Abtak Media Google News

ભાજપના અડધો અડધ સભ્યોની ટિકિટ કપાવાની શકયતા

આ વખતેનો બહુપાંખીયો જંગ ભાજપને ફળશે કે નડશે?

કેશોદ પાલિકાની આગામી ચુંટણી માટે ભાજપમાં વર્તમાન અડધા સભ્યોની ટિકિટ કપાય તેવી શકયતા છે. અને પોતાના ટિકિટ નકકી કરાવના દોડાદોડી ચાલુ થઇ છે.ટિકિટ કપાય એવા આગેવાનો વિસ્ફોટ બને તેવી શકયતા છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરી દીધી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા કુલ નવ વોર્ડ નાં ઉમેદવારો મેદાનમાં ઉતારવા પ્રાથમિક પ્રક્રિયા પુર્ણ કરી દેવામાં આવી છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા હજુ સુધી આખરી મતદારયાદી અને મતદાન મથકો ની પ્રસિદ્ધ કરવાની કામગીરી થયેલી નથી.

Advertisement

કેશોદ નગરપાલિકામાં યોજાનારી સામાન્ય ચૂંટણી માં કુલ 61632 મતદારો 58 મતદાન મથકો પર પોતાની પસંદગી નાં નગરસેવક ને પસંદ કરવા મતદાન નો ઉપયોગ કરશે. પાલિકા નાં વોર્ડ નં-1 માં કુલ મતદારો 7917 વોર્ડ નં-2 માં કુલ મતદારો 6086 વોર્ડ નં-3 માં કુલ મતદારો 6559 વોર્ડ નં-4 માં કુલ મતદારો 7186 વોર્ડ નં-5 માં કુલ મતદારો 6528 વોર્ડ નં-6 માં કુલ મતદારો 7862 વોર્ડ નં-7 માં કુલ મતદારો 6185 વોર્ડ નં-8 માં કુલ મતદારો 7512 અને વોર્ડ નં-9 માં કુલ મતદારો 5797 પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતા અમલમાં આવી હોવાની જાહેર કરી છે પરંતુ સ્થાનિક તંત્ર જાહેરનામું પ્રસિદ્ધ થયાં બાદ અમલવારી કરશે એવું લાગી રહ્યું છે. કેશોદ નગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ, કેશોદ હિતરક્ષક સમિતિના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવશે ત્યારે અન્ય પક્ષો અને નારાજ કાર્યકરો આગેવાનો અપક્ષ ઉમેદવાર તરીકે આવશે એવું વર્તાય રહ્યું છે. કેશોદ નગરપાલિકા ચૂંટણી માં એક વોર્ડમાં વીસેક ઉમેદવારો મેદાનમાં આવશે તો બે ઇવીએમ મશીન નો ઉપયોગ કરવામાં આવશે. કેશોદ નગરપાલિકા ની આગામી સામાન્ય ચૂંટણી માં ભાજપના અડધાથી વધારે વર્તમાન સભ્યોની ટીકીટ કપાવાની પુરેપુરી શક્યતાઓ વચ્ચે ટીકીટ નક્કી કરાવવા દોડાદોડી ચાલું થઈ ગઈ છે ત્યારે અમુક આગેવાનો દ્વારા પોતાના સમર્થકો ને સામા પક્ષે ગોઠવાઈ જવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે.

કેશોદ નગરપાલિકા ની મુદત ત્રણેક માસ અગાઉ પુરી થયા બાદ કોવીડ-19 નાં કારણે ચૂંટણી પાછી ઠેલાતા વર્તમાન સભ્યોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. કેશોદ નગરપાલિકામાં વર્તમાન સભ્યોની સ્થિતિ મુજબ કુલ 36 સભ્યો માં થી 26 સભ્યો ભાજપના 10 સભ્યો કોંગ્રેસ પક્ષના હતાં.

સભ્યો ની બહુમતી ભાજપ પાસે હોવાં છતાં સભ્યો નાં અસંતોષ ને કારણે સામાન્ય સભા કે બજેટ બેઠક બોલાવતાં પહેલાં જિલ્લા નાં આગેવાનો ને સમજુતી માટે દોડીને આવવું પડતું હતું. કેશોદ નગરપાલિકા નાં ભાજપના ઉમેદવારો ની સેન્સ લેવામાં આવી હતી જેમાં 36 બેઠકો માટે 170 જેટલાં દાવેદારો એ માંગણી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.