ચોટીલા નગરપાલિકામાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું

6 વોર્ડની 24 બેઠકોમાંથી 22 બેઠકો પર ભાજપની જીત

ચોટીલામાં નગરપાલિકાની ચુંટણી માં શહેરના 6 વોર્ડ ની કુલ 24 બેઠકોમાંથી ભાજપે 22 બેઠકો ઉપર જંગી વિજય મેળવતા કોંગ્રેસમાં ઘેરો સંનાટો ફેલાઈ ગયો હતો. ચોટીલામાં નગરપાલિકાના કુલ 6 વોર્ડ ની 24 બેઠકોમાંથી કોંગ્રેસે વોર્ડ નં.1 માંથી કોંગ્રેસે ફકત 2 બેઠકો મેળવી સંતોષ માનવો પડયો હતો જ્યારે મતદારોએ ભાજપને એક તરફી મતદાન કરતા 22 બેઠકો ઉપર ભાજપનું બુલડોઝર જેના કારણે ચોટીલા કોંગ્રેસમાં સોકો પડી ગયો હતો.

ચોટીલામાં મત ગણતરીના દિવસે લોકો વહેલી સવારથી જ પરિણામ જાણવા આતુર હતા. જ્યારે 10 વાગ્યા બાદ પરિણામો આવવાના શરૂ થતાં તમામ 6 વોર્ડમાં ભાજપના ઉમેદવારો નો જ્વલંત વિજય થયો હતો જ્યારે કોંગ્રેસને વોર્ડ નં.1 માંથી બે બેઠકો પર જીત મેળવીને સંતોષ માનવો પડયો હતો. ભાજપના જીતેલા તમામ ઉમેદવારો ઉપર અભિનંદન નો ધોધ વર્ષ્યો હતો. જ્યારે કોંગ્રેસ પક્ષના તમામ કાર્યક્રરો હોદેદારો ઉંડી નિરાશામાં ધકેલાઈ ગયા હતા.