Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ બધા જ પક્ષો તૈયારીમાં લાગી ગયા છે જેમાં ભારતીય જનતા પાર્ટી મોટાભાગના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જે નીચે મુજબ છે.

ગાંધીનગર ઉત્તર રીટાબેન પટેલને ટિકિટ મળી છે તો ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોરને ટીકીટ આપવામાં આવી છે. વી.ડી.ઝાલાને હિંમતનગરથી ટિકિટ આપવામાં આવી છે તો કલોલ બેઠક પરથી બકાજી ઠાકોર, વટવા બેઠક પરથી બાબુસિંહ જાદવ, પેટલાદ બેઠક પરથી કમલેશ પટેલ, મહેમદાવાદ બેઠક પરથી અર્જુનસિંહ ચૌહાણને ટિકિટ આપી છે. ઝાલોદ બેઠક પરથી મહેશ ભુરિયાને ટિકિટ મળી છે. જેતપુર (પાવી) બેઠક પરથી જયંતિભાઈ રાઠવાને ટિકિટ મળી છે. કેયુર રોકડિયાને સયાજીગંજ બેઠક પરથી ટિકિટ મળી છે.

ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણી માટે હજુ પણ 4 બેઠકો પર ભાજપને પોતાના ઉમેદવારો જાહેર કરવાના બાકી છે.

1.માણસા

૨. ખેડા

2.ખેરાલુ

4.માંજલપુરનો સમાવેશ થાય છે.

ગઈકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે આજ રોજ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને ગુરુવાર બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.