Abtak Media Google News

અંત્યોદય, બીપીએલ અને એપીએલ ફૂડ સિક્યોરિટી કાર્ડ ધારકોને તહેવારોમાં રાજય સરકારના નકકી કર્યા મુજબ વધારાનું રાશન મળવાપાત્ર

રાજય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને જીવન નિર્વાહ કરવામાં તકલીફ ન પડે તે માટે રાહત દરે વિવિધ અનાજ અને જીવન જરૂરી ચીજ વસ્તુઓનો પૂરવઠો આપવામાં આવે છે. અલગ અલગ કક્ષાના રેશનકાર્ડ ધારકોને સરકાર દ્વારા અલગ અલગ જથ્થામાં રાશન આપવામાં આવે છે. પરંતુ મોટાભાગનાં રેશનકાર્ડ ધારકોને તેમને મળતા જથ્થા અંગેનો ખ્યાલ ન હોય ગેરરીતિ થવાની સંભાવનાઓ વધી જાય છે. જેથી અબતકની ટીમે વિવિધ પ્રકારનાં રેશનકાર્ડો ઉપર તથા તહેવારો ઉપર કઈ કઈ પ્રકારનો અનાજ પૂરવઠો મળે છે. તેની માહિતી આપવી જોઈએ અમારી વિશેષ રજૂઆત.

Bless-The-Amount-Of-Rationing-For-The-Poor
bless-the-amount-of-rationing-for-the-poor

અમો એપીએલ કાર્ડ ધારકોને ૪ કિગ્રા ચોખા અને ૧૦ કિગ્રા ઘઉં મલે છે: પ્રવિણાબેન

Bless-The-Amount-Of-Rationing-For-The-Poor
bless-the-amount-of-rationing-for-the-poor

અબતક સાથેની વાતચીત દરમિયાન પ્રવિણાબેને જણાવ્યું હતુ કે અમે ઉદયનગરમાં રહીએ છીએ અમારે એ.પી.એલ. કાર્ડ છે. અમને આ રાશનકાર્ડમાં ઘઉં અને ચોખા આપવામાં આવે છે. અમને ૪ કિલો ચોખા તથા ૧૦ કિલો ઘઉં મળે છે. જો ભાવની વાત કરીએ તો ૨ રૂપીયાના એક કિલો ઘઉં તથા ૩ રૂપીયાના એક કિલો હોય છે. ઘઉં તથા ૩ રૂપીયાના એક કિલો હોય છે. ઘઉં તથા ચોખાની કવોલીટી સારી હોય છે.

તહેવારોમાં સ્ટેટની સરકારે નકકી કરેલા ધોરણો મુજબ રાશન વિતરણ થાય છે: પ્રહલાદ મોદી

Bless-The-Amount-Of-Rationing-For-The-Poor
bless-the-amount-of-rationing-for-the-poor

ગુજરાત ફેર પ્રાઈઝ એસોસીએશન અને કેરોસીન લાઈસન્સ એશોસીએશનના પ્રમુખ પ્રહલાદભાઈ મોદીએ અબતક સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યુ હતુ કે ૨૦૧૩માં ભારત સરકારે ફૂડ સિકયુરીટી કાયદો અમલમાં મૂકયો ત્યારથી આ દેશમાં એનએફએસ અંત્યોદય બીપીએલમાં વ્યકિત દીઠ ૫ કિલો અનાજ આપવામાં આવે તેમાં ઘઉં, ચોખા બંનેનો સમાવેશ થાય છે. ફકત અંત્યોદય અને બીપીએલમાં જેમની પાસે ગેસ નથી તેમને કેરોસીન આપવામાં આવે છે અને ખાંડ આપવામાં આવે છે. તહેવાર પર ગુજરાત સરકારની ઈચ્છા હોય તો તેલ તથા ખાંડ એક કીલો વધુ આપવામાં આવે છે તે સ્ટેટની સરકાર નકકી કરે તે મુજબ આપવામાં આવે ગયા વર્ષે કપાસીયા તેલ અને વધારાની એક કિલો ખાંડ આપવામાં આવેલ. વધુમાં જણાવતા કહ્યું કે ગુજરાતમાં એવી વ્યવસ્થા થઈ છે કે દા.ત. એપ્રિલ મહિનાનો મારો સ્ટોક રજીસ્ટર્ડ સરકારના રજીસ્ટરમાં બોલવું હોય તેના આધારે જૂન મહિનાથી ૧૫ તારીખે મારી પરમીટ ઈશ્યું થાય અને તે માલ માટે હું બેંકમાં પૈસા ભરૂ અને ત્યારબાદ માલ આવે માલ નિયમિત અને સમયસર મળે છે. પરંતુ કોઈ કારણ સર ન મળ્યો હોય તો થોડો વિલંબ થાય જો કોઈ માલ બગડેલ હોય તો તેને પાછો આપી દેવામાં આવે સરકાર બંધાયેલ છે.

દર મહિને એડવાન્સ રૂપિયા ભરવા છતા માંસાતે મળે છે જથ્થો: સસ્તા અનાજના દુકાનદાર નરેન્દ્રભાઈ ડવ

Bless-The-Amount-Of-Rationing-For-The-Poor
bless-the-amount-of-rationing-for-the-poor

અબતક સાથેની વાતચીત દરમિયાન નવલનગરમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા નરેન્દ્રભાઈ ડવએ જણાવ્યું હતુ કે છેલ્લા વીસ વર્ષથી આ દુકાન ચલાવું છું જેના લાયસન્સ નંબર ૩૮૪ છે. લોકોને અંત્યોદય કાર્ડમાં અનાજ આપવામાં આવે છે. બીપીએલ કાર્ડમાં પણ અનાજ આપવામાં આવતું હતુ સાથે એ.પી.એલ. કાર્ડમાં ફુડ સિકયુરીટીમાં સમાવેશ કરવામાં આવતા તેમાં ઘઉં, ચોખાનું વિતરણ કરવામાં આવે છે. આ સિવાય સરકાર દ્વારા દાળ આપવામાં આવે છે. ત્યારબાદ જન્માષ્ટમી અને દિવાળી જેવા તહેવારો પર તેલ આપવામાં આવે છે. અંત્યોદય કાર્ડમાં ખાંડના ભાવ રૂા.૧૪.૨૦ એક કિલોના એક કિલો દાળના રૂા. ૩૮ એક કિલો ઘઉંના રૂા.૨, તથા એક કિલો ચોખાના રૂા.૩માં આપવામાં આવે છે. દુકાનમાં જો ૨૦૦ રેશનકાર્ડ ધારકો હોય તો ૪૦ કટ્ટા ઘઉં, ૧૪ થી ૧૬ કટ્ટા ચોખા અને ૮ કટ્ટા ખાંડ આપવામાં આવે છે. જો કોઈ કુદરતી આફત આવે ત્યારે સ્ટેન્ડ ટુ રહેવાનું થાય ત્યારે રાજકોટના ૨૧૭ દુકાનદારો તથા જિલ્લાના ૮૭૫ દુકાનદારો સ્ટેન્ડ ટુ રહી એ છીએ ઈ.સ. ૨૦૦૭ અમદાવાદ-બરોડા વચ્ચે પૂર આવ્યું ત્યારે હેલિકોપ્ટર મારફતે ફૂડ પેકેટ વિતરણ માટે ગયા હતા. દુકાનમાં અનાજ એક માસ પૂરતું જ આવે છે. લોકોને અનાજ વિતરણ સમયસર કરવામાં આવે છે. તેથી અનાજ બગડવાની શકયતા ઓછી રહે છે. ગ્રામ્ય વિસ્તારમાં બગડવાની શકયતા હોય ત્યારે સરકાર તે જથ્થો બદલી આપે છે. કયારેક એવું બની શકે કે રેકમાં માલ આવે તો પલળેલો હોય તો તેની ફરિયાદ કરવામાં આવે તો તેને બદલી દેવામાં આવે છે. ઉપરથી ખાસ સુચના આપવામાં આવે છે કે પલળેલો માલ કોઈ ગ્રાહકને વહેચવો નહી એપીએલ કાર્ડ અને બીપીએલ કાર્ડના તફાવતની વાત કરીએ તો એપીએલ કાર્ડમાં લોકોને ફૂડ સિકયુરીટીમાં અનાજનું વહેચાણ કરવામાં આવે છે. છેલ્લા દોઢ વર્ષમાં ૬૦% બીપીએલમાં કાર્ડમાં ઘઉં, ચોખા આપવાના બંધ કરી દીધા છે. અને માત્ર ખાંડ અને મીઠાનું વહેચાણ છે. સરકારને વિનંતી છે કે ગરીબ લોકોને કેરોસીનનું વેચાણ પણ કરવામાં આવે. દીવાળી અને જન્માષ્ટમી જેવા તહેવારમાં એક લીટર તેલ, એક કિલો વધુ ખાંડ અને દાળનું વહેચાણ કરવામાં આવે છે. મારી પાસે બે દુકાનનો ચાર્જ છે જેમાં ટોટલ ૨૫૦ કાર્ડ ધારકો છે. તો સરકારને મારી વિનંતી છે કે ૧૭ હજાર જેટલા દુકાનધારકો છે તો તેમને વેજીસ મળવું જોઈએ તે મળતુ નથી દુકાનનું ભાડુ અમે કોમ્પ્યુટર ઓપરેટરોને રકમ ચૂકવવાથી તે પણ ખર્ચો વધી જાય છે. સરકારને એટલી વિનંતી છે કે ગુજરાતનાં ૧૭ હજાર દુકાનદારોના પરિવારના ગુજરાન માટે દરેક કર્મચારીને સાતમું પગારપંચ આપ્યું જેમ પશ્ર્ચીમ બંગાળમાં દુકાનદારોને ૨૦ હજાર પગાર છે ત્યારે ગુજરાત રાજયમાં પણ પગાર વધારો આપવો જોઈએ બીજા રાજયો કરતા કમિશન પણ ઓછુ આપવામાં આવે છે. રાજકોટ તથા ગુજરાતમાં એક ગુણી પર ૧૦૦ રૂપીયા કમિશન આપવામાં આવે છે. તથા ૧૭ રૂપીયા ગુણી દુકાનમાં લાવવા માટે ડોરસ્ટેપ ડીલીવરી આપવામાં આવે છે. જે ડોરસ્ટેપ ડિલીવરી સમયે માલ સમયસર ન આપવામાં આવતા તેથી ગ્રાહકોને આપવામાં વિલંબ થાય છે.જેથી અમને સમયસર માલ આપવો જોઈએ સરકાર અને સુપ્રિમ કોર્ટનો નિયમ છે. કે દુકાનની અંદર અમને એડવાન્સ પરમીટ આપવામાં આવે છે. ૭ મહિનાની છઠ્ઠા મહિનામાં આપવામાં આવે આ સરકારનું સારૂ પગલું છે. પરંતુ ગુજરાતમા કોન્ટ્રાકટરો દુકાન સુધી જથ્થો સમયસર પહોચાડતા નથી. છ મહિનાથી એવો નિયમ થયો છે કે અમારી દુકાનમાં જથ્થો આવે પડી જ લોકોનો અંગૂઠો લઈ શકીએ અમે એડવાન્સ રૂપીયા ભરતા હોવા છતાં ૨૦ થી ૨૫ દિવસ મોડો જથ્થો મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.