Abtak Media Google News

રાજકોટનાં આંગણે સયાજી ફાઈવ સ્ટાર હોટલની શુભ શરૂઆત

સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત મોર્ડન અને હેરિટેજ થીમ હોટલ, પ્રેસિડેન્સિયલ સ્યુટ સહિત ૭૮ રૂમ, સ્વિમીંગપુલ, સ્પા, જીમ સહિતની સુપર લકઝરીયસ સુવિધાઓ સાથે સયાજી હોટલનો સોમવારથી પ્રારંભ: આ તકે પત્રકાર પરીષદ યોજાઈ

દેશમાં ઝડપથી વિકસતા ટોચનાં દસ શહેરોમાં જેનું સ્થાન છે એ રાજકોટ શહેર એઈમ્સ અને ઈન્ટરનેશનલ સુવિધાઓનાં પ્રોજેકટ બાદ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે દેશનાં ટોચના મહાનગરોમાં સાતમાં ક્રમે હોય ફાઈવ સ્ટાર પ્રિમીયમ હોટલ અને વર્લ્ડ કલાસ ફુડ પ્લેઝર રેસ્ટોરન્ટનું હોવું પણ એટલું જ જરૂરી છે. આ બીડુ રાજકોટનાં ખ્યાતનામ બિલ્ડર ગ્રુપ વીએચવીએ દેશની નંબર વન હોટલ ચેઈન સયાજી ગ્રુપ સાથે મળીને ઉઠાવ્યું છે. આગામી ૧ જુલાઈ સોમવારનાં રોજ કાલાવડ રોડ ઉપર ક્રિસ્ટલ મોલ પાસે પ્રદ્યુમન ગ્રીન સિટી ટાવર નજીક આલિશાન સયાજી હોટલનો પ્રારંભ થઈ રહ્યો છે.

વીએચવી ગ્રુપનાં માલિક દિગ્વીજયસિંહ એન.જાડેજા અને રાજદીપસિંહ એન.જાડેજાએ સયાજી હોટલ અંગે પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, બિલ્ડર અને ડેવલપર તરીકે છેલ્લા ત્રણ દાયકામાં રાજકોટને માઈલસ્ટોન કહી શકાય એવા લકઝુરીયસ લાઈફ સ્ટાઈલના રેસિડેન્સિયલ પ્રોજેકટની ભેટ વીએચવી ગ્રુપે આપ્યા બાદ આ શહેરનો રોકેટ ઝડપે થતાં વિકાસની નેશનલ ઈન્ટરનેશનલ લેવલનાં મહેમાનોની જરૂરીયાતોને ધ્યાને રાખીને ડાઈવર્સિફિકેશનનાં ભાગરૂપે અમોએ હોસ્પિટાલિટી અને ફુડ બિઝનેસમાં પ્રવેશ કર્યો છે. વીએચવી ગ્રુપનાં પ્રણાલી મુજબ શ્રેષ્ઠથી ઓછુ કશું જ નહીં એ મુલ્ય અહીં પણ જાળવી રાખી દેશભરમાં હોસ્પિટાલીટી અને રેસ્ટોરન્ટ બિઝનેસમાં નંબર વન ગણાતા સયાજી ગ્રુપ સાથે જોડાણ કરી રાજકોટનાં આંગણે સયાજી હોટલનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.

આ હોટલમાં ૫૦૦ વ્યકિત માટેનો મહેલ બેંકવેટ હોલ, ૫૦૦ વ્યકિત માટે સેફાયર બેંકવેટ હોલ ૧૫૦ વ્યકિત માટે ટોપાઝ બેંકવેટ હોલની ખાસ સુવિધા છે. વેડીંગ અને અન્ય ફંકશન માટે પાર્ટી લોન્સ પણ ઉપલબ્ધ છે. રાજકોટમાં આવતા કોર્પોરેટ, બિઝનેસ કલાસ અને ખાસ ગેસ્ટ માટે આતિથ્યનું નવું સરનામું હવે સયાજી હોટલ બનશે. કારણકે પ્રિમીયમ કલાસ ફાઈવ સ્ટાર સયાજી હોટલમાં કુલ ૭૮ રૂમ જેમાં સ્યુટ, પ્રિમીયમ, ગ્રાન્ડ રૂમ, ગ્રાન્ડ રૂમ અને પ્રેસિડેન્સિયલ સ્યુટનો પણ સમાવેશ થાય છે. એ જ પ્રમાણે સ્પા, જીમ અને સ્વીમીંગ પુલની ફાઈવ સ્ટાર સુવિધા પણ સયાજી ઉપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.