Abtak Media Google News

કુખ્યાત બુટલેગર ગુડ્ડુ નામના શખ્સની ધરપકડ

તારીખ 14-07-2018 એટલેકે શનિવારના રોજ ભગવાન જગન્નાથજીની ભવ્ય 141મી રથયાત્રાની ઉજવણી થઈ રહી છે ત્યારે આ રથ યાત્રામાં એક મોટી ઘટના ટળી છે. જગન્નાથજીની 141મી રથયાત્રાની ઉજવણી અંતર્ગત ગોમતીપુર વિસ્તારમાંથી એક વ્યક્તિની ધડપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ પસે 32 રાઉન્ડ ની પિસ્તોલ, 12 પાઇપ, 5 કાચની બોટલ સાથે 1 લિટર કેરોસીન અને સાથે સાથે 5 સૂતળી બોમ્બ પણ મળી આવ્યા છે.

Advertisement

ગોમતીપૂરના ટોલનાકા નજીકના ઘરમાં રાત્રિના લગભગ 12 વાગ્યાની આસપાસ ગોમતીપુર પોલીસ અને રખિયાલ પોલીસે એ.સી.પી ની ટિમ સાથે રેડ પાડી હતી અને આ શખ્સની ધડપકડ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.