Abtak Media Google News

આજના દિવસે સાંજે જૂના સોના-ચાંદીના દાગીના તા લક્ષ્મીજીના સિક્કાનું પૂજન કરવું અને સાકર વાળુ દૂધ અર્પણ કરવું લક્ષ્મી વર્ધક

રાજકોટ જિલ્લાના તત્કાલીન કલેકટર અને હાલ રાજ્યના ઔદ્યોગીક કમિશનર ડો.રાહુલ ગુપ્તાના માનવતાવાદી પ્રોજેકટને મળી અભૂતપૂર્વ સફળતા: માત્ર ત્રણ મહિનામાં ૩૬૭૫ નંગ કપડા, પગરખા, રમકડા તેમજ બુક્સ દાતાઓ તરફી મળી, ૧૩૮૦ નંગ વસ્તુ જરૂરીયાતમંદોએ મેળવી

રાજકોટ જિલ્લા તત્કાલીન કલેકટર અને હાલ રાજ્યના ઔદ્યોગિક કમિશનર ડો.રાહુલ ગુપ્તાના માનવતાવાદી પ્રોજેકટ પ્રેમના પટારાને અભૂતપૂર્વ સફળતા મળી રહી છે. પ્રેમનો પટારા ખરા ર્અથમાં શ્રીમંતો અને જરૂરીયાતમંદો વચ્ચે મદદનો સેતુ રચાયો છે. માત્ર ત્રણ મહિનામાં  પ્રેમના પટારાને ૩૬૭૫ નંગ કપડા, પગરખા, રમકડા તેમજ બુક્સ દાતાઓ તરફી મળી છે. જેમાથી  ૧૩૮૦ નંગ વસ્તુ જરૂરીયાતમંદોએ મેળવી છે.

Advertisement

Gupta

રાજકોટ જિલ્લાના તત્કાલીન કલકેટર ડો.રાહુલ ગુપ્તાએ જરૂરીયાતમંદોને મદદરૂપ થવા માટે તા.૨ ઓગષ્ટના રોજ પ્રેમના પટારાનો પ્રોજેકટ શરૂ કર્યો હતો. આ પ્રેમનો પટારો જિલ્લા સેવા સદન ખાતે રાખવામાં આવ્યો છે. જ્યાં શ્રીમંતો બિનઉપયોગી જીવન જરૂરીયાતની વસ્તુઓ મુકી જાય છે અને જરૂરીયાતમંદો આ વસ્તુઓ લઈ જાય છે. આ પ્રેમના પટારામાં માત્ર ત્રણ માસ જેટલા ટૂંકા સમયમાં સાડી, પેન્ટ, ટી-શર્ટ, શર્ટ, લેડીઝ ડ્રેસ, ધોતી કુર્તા, બુટ, ચંપલ, મોજડી, સેન્ડલ, ધાર્મિક બુક, શૈક્ષણિક બુક, રમકડા, સ્વેટર, ગરમ કપડા, નાના બાળકોના કપડા વગેરે સહિતની કુલ ૩૬૭૫ વસ્તુઓ શ્રીમંતો દ્વારા આપવામાં આવી હતી. જેમાંથી ૧૩૮૦ જેટલી ચીજવસ્તુઓ જરૂરીયાતમંદોએ મેળવી છે. હાલ શ્રીમંત દાતાઓ તરફી વસ્તુઓ આપવાનો દોર યથાવત છે.

ડો. રાહુલ ગુપ્તાએ શરૂ કરેલા આ પ્રોજેકટની હાલના કલેકટર રેમ્યા મોહન દ્વારા પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. હાલ આ પ્રોજેકટ દિવસેને દિવસે આગળ ધપતો જઈ રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર અંગત રસ લઈને આ પ્રોજેકટ હજુ પણ આગળ વધે તેવા પ્રયાસો કરી રહ્યું છે. ત્યારે જરૂરીયાતમંદ લોકોને પ્રેમના પટારામાંથી જીવન જરૂરી વસ્તુ મેળવી જવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.