Abtak Media Google News

સંજય બાપોદરિયા -સંગી રચિત કાવ્યસંગ્રહના વિમોચન પ્રસંગે અનેક મહાનુભાવો આપશે હાજરી

મોરબીની નીલકંઠ વિદ્યાલયમાં આગામી રવિવારે સંજય બાપોદરિયા ( સંગી) રચિત પતંગિયું કેવું મજાનું બાળ કાવ્યસંગ્રહની વિમોચનવિધિ યોજાનાર છે. જેમાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.

Advertisement

સંજય બાપોદરિયા ( સંગી) રચિત પતંગિયું કેવું મજાનું બાળ કાવ્યસંગ્રહનો આગામી રવિવારે સાંજે ૮ થી ૫ સુધી રવાપર રોડ પર આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે વિમોચન સમારોહ યોજાશે.આ પ્રસંગે બાળરોગ નિષ્ણાંત ડો.સતીશ પટેલ, ગઝલકાર કાયમઅલી હઝારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભાવેશભાઇ દવે, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ મણિલાલ સરડવા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ઉપપ્રમુખ શૈલેષભાઇ સસાણજા, શિક્ષણ અગ્રણી પી.ડી.કાંજીયા અને હાસ્ય લેખક ડો. અમૃત કાંજિયા સહિતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. કાર્યક્રમની પુર્ણાહુતી બાદ સ્વરુચિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.