Abtak Media Google News

2020-2021 સુધીમાં આખા દેશભરમાં હોલમાર્કિંગ સેન્ટરની પ્રોસેસ ડિજિટલ બનશે. જેનાથી સોનાની કુંડળી આસાનીથી કાઢી શકાશે. હોલમાર્કિંગ સેન્ટરને ડિજિટલ બનાવવા માટે 2017 માં આ અંગેની પ્રપોઝલ મૂકવામાં આવી છે.તેની પ્રોસેેસ હાલ પુરજોશમાં ચાલી રહી છે. આ પ્રોજેક્ટ માટે મુંબઈની આઈટી ટીમ સાથે જોડાણ કરવામાં આવ્યું છે. આ સિસ્ટમ અમલી બન્યા બાદ રાજકોટના હોલમાર્કિંગ સેન્ટરમાં શું કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ રાજસ્થાનના અધિકારી જાણી શકશે. તેમજ હોલમાર્કિંગ સેન્ટરમાં જે ચીટિંગ થતી હશે તે પણ અટકાવી શકાશે.જ્વેલર્સને હોલમાર્કિંગ કરવું હશે તો તેને ઓનલાઈન રિકવેસ્ટ મોકલવી પડશે.

હોલમાર્કિંગ સેન્ટરમાં માલ આવશે તો તેની એન્ટ્રી પણ ઓનલાઈન જ થશે.ક્યા વેપારીનો માલ ક્યા સેન્ટરમાં ગયો છે, ક્યા સમયે ગયો છે વગેરે રજેરજની માહિતી બીઆઈએસમાં રજિસ્ટર્ડ થઇ જશે.હોલમાર્કિંગ સેન્ટરમાં પણ એક સોફ્ટવેર હશે અને આ સોફ્ટવેરના માધ્યમથી જ હોલમાર્કિંગ કરી શકાશે.સોનામાં કેટલી બીજી ધાતુ ભેળવી છે કે કોઈ ગેરરીતિ છે તે માત્ર ગણતરીની સેકન્ડમાં પકડાઈ જશે.હોલમાર્કિંગ માટે એક યુનિક નંબર જનરેટ થશે. યુનિક નંબર નાખવાથી સોનાનું વજન, જ્વેલરીનો ફોટો, કેવા પ્રકારનું સોનું વાપરવામાં આવ્યું છે તે તમામ જાણી શકાશે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.