Abtak Media Google News

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત દુબઇ અને યુએઇના ઉઘોગપતિઓને ગુજરાતમાં મૂડી રોકાણ કરવા પાઠવશે આમંત્રણ, રોડ શો, પ્રેઝનેશન કરશે: દુબઇથી પરત ફરતા આરટી પીસીઆર રિપોર્ટ કરાશે

 

Advertisement

અબતક, રાજકોટ

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સત્તારૂઢ થયા બાદ આજે અઢી મહિનાના લાંબા અંતરાલ બાદ ભૂપેન્દ્રભાઇ પટેલે પ્રથમ વિદેશ પ્રવાસ ખેડયો છે. આગામી 10 થી 1ર જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસમેન્ટ સમિટ 2022માં દુબઇ તથા યુએઇના ઉઘોગપતિઓને ગુજરાતમાં મૂડી રોકાણ કરવા માટે આમંત્રણ પાઠવવા માટે તેઓ આજે સવારે બે દિવસ માટે દુબઇ-યુએઇના પ્રવાસે ઉપડયા છે. તેઓની સાથે એક રાજય સરકારનું એક પ્રતિનિધી મંડળ પણ વિદેશ પ્રયાસે ઉપાયું છે.

આજે સવારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ બે દિવસ માટે દુબઇ તથા યુએઇના પ્રવાસે ઉપડયા છે. આગામી 10 થી 1ર જાન્યુઆરી દરમિયાન રાજય સરકાર દ્વારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસમેન્ટ સમિટ-2022નું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં વિશ્ર્વભરના મુડી રોકાણ કારોને ગુજરાતમાં ઇન્વેસમેન્ટ કરવા માટે રાજય સરકાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં આગામી જાન્યુઆરી-ર0રરમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર0રરની 10મી એડીશનમાં યુ.એ.ઇ ના ઉદ્યોગ-રોકાણકારોની સહભાગીતા પ્રેરિત કરવા આ પ્રતિનિધિમંડળ દુબઇના દ્વિદિવસીય પ્રવાસે પહોંચ્યા છે.  મુખ્યમંત્રી સાથે આ પ્રતિનિધિમંડળમાં ઉદ્યોગ રાજ્યમંત્રી  જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કે. કૈલાસનાથન, ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને અગ્રણી ઉદ્યોગકારો જોડાયા છે.  મુખ્યમંત્રી તેમના આ વિદેશ પ્રવાસનો પ્રારંભ દુબઇમાં યોજાઇ રહેલા વર્લ્ડ એક્સપોની  મુલાકાતથી કરવાના છે. ભૂપેન્દ્ર પટેલ આ એક્સપોના સ્થળ પરજ યુ.એ.ઇ ના કેબિનેટ મેમ્બર અને મિનિસ્ટર ઓફ ટોલરન્સ એન્ડ કો-એક્ઝીસ્ટન્સ શેખ નાહયાન બિન મબરક અલ નાહ્યાન સાથે મુલાકાત બેઠક યોજશે.  આ ઉપરાંત મુખ્યમંત્રી યુ.એ.ઇ ના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ફોરેન ટ્રેડ  થાની બિન અહમેદ અલ ઝેયુદી સાથે તથા પ્રતિષ્ઠિત ડી.પી. વર્લ્ડના ચેરમેન સુલતાન અહમેદ બિન સુલેયેમ સાથે બેઠક યોજશે.  મુખ્યમંત્રી તેમના દુબઇ પ્રવાસના પ્રથમ દિવસે શ્રેણીબદ્ધ કાર્યક્રમો અંતર્ગત ઓબેરોય હોટલમાં યુ.એ.ઇ ના આઠ જેટલા અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકો સાથે વન-ટુ-વન બેઠક યોજવાના છે અને ગુજરાતમાં રોકાણ સંભાવનાઓ સંદર્ભે ચર્ચા-પરામર્શ કરવાના છે.  આ અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકોમાં ડી.પી વર્લ્ડ, શરાફ ગૃપ, અસફનાર ગૃપ, એસ્ટર ડી.એમ હેલ્થકેર, કોનરેસ, એમાર પ્રોપર્ટીઝ સહિતના અગ્રણીઓનો સમાવેશ થાય છે.

ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે ઓબરોય હોટલમાં આયોજિત રોડ-શો માં ઉપસ્થિત વેપાર-ઉદ્યોગ જગતના અગ્રણીઓ સમક્ષ ગુજરાતની વૈશ્વિક વિકાસગાથાની પ્રભાવક પ્રસ્તુતિ કરશે. આ રોડ-શો માં યુ.એ.ઇ ખાતેના ભારતીય રાજદૂત  સંજય સુધિર વિશેષ ઉપસ્થિત  રહેશે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ તેમના પ્રવાસના બીજા દિવસે એટલે કે આવતીકાલે સવારે રાસ અલ ખાહિમાના હિઝ હાઇનેસ સૌઉદ બિન સકર અલી કાસિમીની ભોજન સહ મુલાકાત લેવાના છે.

ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રતિનિધિમંડળ અબુધાબીમાં નિર્માણાધિન બી.એ.પી.એસ મંદિરની તથા શેખ ઝાયેદ ગ્રાન્ડ મસ્જિદની પણ મુલાકાત લેશે.

મુખ્યમંત્રીના વડપણ નીચે દુબઇની મુલાકાત પૂર્ણ કરી આ પ્રતિનિધિમંડળ ગુરૂવાર તા. 9મી ડિસેમ્બરે મોડી રાત્રે ગુજરાત પરત આવશે.

દુબઇ તથા યુએઇના પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઉઘોગપતિઓ સાથે વન-ટુ-વન બેઠક યોજાશે આ ઉપરાંત ગુજરાતમાં શા માટે મૂડી રોકાણ કરવું જોઇએ તેનું પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન પ્રવાસ દરમિયાન તેઓ કોરોનાના નવા એમિક્રોન વેરિએન્ટ અંગે જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનનું ચુસ્ત  પળે પાલન કરશે.

તેઓ આવતીકાલે મોડીરાતે ગુજરાતમાં પરત ફરશે ત્યારે તેઓ આરટીપીસીઆર રિપોર્ટ કરવામાં આવશે તેમની સાથે ગયેલા તમામ સભ્યોનો આરટીપીસીઆર રિપોર્ટ કરવામાં આવશે. રાજયમાં હાલ ઓમિક્રોન વેરિઅન્ટનું જોખમ વધી રહ્યું છે ત્યારે વાયબ્રન્ટ સમિટ પર પણ જોખમ તોળાઇ રહ્યું છે કેસ વધશે તો વાયબ્રન્ટસમિટ પડતી પણ મુકવામાં આવે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આગામી જાન્યુઆરી 2022 માં યોજાનારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા દુબઈ રોડ શો માટે આજથી દુબઈ ના બે દિવસના પ્રવાસે ગુજરાત પ્રતિનિધિ મંડળ સાથે રવાના થતા અમદાવાદ  ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી  દુબઈ જવા પહેલા રાજ્ય મંત્રી મંડળ ના મંત્રી અર્જુન સિંહ,રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ,મુકેશ પટેલ તેમજ મુખ્ય સચિવ પંકજ કુમાર અને વરિષ્ઠ સચિવો એ ભાવભરી વિદાય આપી પ્રવાસની સફળતા ની શુભેચ્છાઓ પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.