Abtak Media Google News

રાજકોટ જીલ્લાના જેતપુર, ધોરાજી તેમજ ગોંડલ તાલુકા તેમજ મોરબી તાલુકાના અંદાજે ૧૨૦૦ જેટલા ખેડુતોનો વર્ષ ૨૦૧૬નો પાકવિમો રાષ્ટ્રીયકૃત બેંકોની ભુલના કારણે મળી શકેલ ન હોય જેના માટે જેતપુરના જાગૃત ધારાસભ્ય અને કેબીનેટ મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયાએ વિમા કંપની તેમજ બેંકો સામે લડત ચલાવીને તેમજ બેંકોને તાળાબંધી જેવા ઉગ્ર કાર્યક્રમો આપીને તેમજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં વખતોવખત સચોટ રજુઆત કરીને પાકવિમો ખેડુતોના ખાતામાં વહેલી તકે જમા થાય એ માટેના સફળ પ્રયત્નોના ફળદાયી પરીણામ સ્વરૂપે કેન્દ્ર સરકારના કૃષિ વિભાગે વિમાં કંપની ને વર્ષ ૨૦૧૬ નો પાકવિમો ચુકવી આપવા આદેશ કરેલ જેના ભાગરૂપે અંદાજે ૧૨૦૦ જેટલા ખેડુતોને તેમના ખાતામાં પાકવિમાની રકમ જમા થઈ ગયેલ છે જેનો શ્રેય જાગૃત ઘારાસભ્ય અને મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયાને જાય છે. જયેશભાઈ રાદડીયાએ પોતાની આગવી કાર્યશૈલીથી પાકવિમો મંજુર કરાવીને છાશવારે ખેડુતોના હામી હોવાના નિવેદન કરીને ખેડુતોને ગેરમાર્ગે દોરતા એમના વિરોધીઓની બોલતી બંધ કરી દિધેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.