Abtak Media Google News

સરકાર હવે ઓઈલ સેક્ટરમાં પણ મોટા સુધારા કરવાની યોજના ધરાવે છે.

Advertisement

પેટ્રોલિયમ મંત્રાલયે લગભગ પેટ્રોલ, ડીઝલ અને હવાઈ ઇંધણના માર્કેટિંગ માટે લાઇસન્સની ફાળવણી પર નિયંત્રણના લગભગ બે દાયકા સુધી જૂના કાયદાને રદ કરવા કેબિનેટ પ્રસ્તાવ તૈયાર કર્યો છે.

આ ઉપરાંત સુપરમાર્કેટ ચેઈનને પણ આ બિઝનેસમાં પ્રવેશ કરવા માટેની મંજૂરી આપવામાં આવશે. હાલમાં ભારતમાં પેટ્રોલિયમ સેક્ટરમાં એક્સ્પ્લોરેશન અને ઉત્પાદન, રિફાઇનિંગ, પાઇપલાઇન્સ કે ટર્મિનલ્સમાં રૂ.૨૦૦૦ કરોડનું રોકાણ કરનારને જ ઈંધણના માર્કેટિંગ માટે લાઈસન્સ આપવામાં આવે છે.

પેનલે નોન-ઓઇલ કંપનીઓ માટે પણ સેક્ટરને ઓપન રાખવા, તેમજ પેટ્રોલ પંપ શરૂ કરવા માટે ચુસ્ત સમયમર્યાદા લાદવા અને યોજનાના અમલની સમયમર્યાદા નહીં પાળવા માટે પેનલ્ટીનું સૂચન કર્યું છે. ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને હવાઈ ઇંધણની માંગ વર્ષ ૨૦૧૮-૧૯માં અનુક્રમે ૮ ટકા, ૩ ટકા અને ૯ ટકા વધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.