Abtak Media Google News

આ મુદે શકયતાઓ ચકાસીને ગુરૂવાર સુધીમાં જવાબ રજુ કરવા સુપ્રીમની તાકીદ, વધુ સુનાવણી ૧ લી એપ્રિલે યોજાશે

દેશમાં જયારથી ઈવીએમ મશીનો મારફતે ચૂંટણીઓ યોજાવા લાગી છે. ત્યારથી દરેક રાજકીય પક્ષો પોતાની હારનું ઠીક‚ ઈવીએમ મશીનોમાં ગરબડી હોવાનું જણાવીને તેના પર ફોડી દે છે. ઈવીએમના પરિણામોની તટસ્થતા પૂરવાર કરવા ચૂંટણીપંચના અનેક પ્રયાસો નિષ્ફળ નીવડતા છેલ્લો વીવીપેટ મશીનો લાવવામાં આવ્યા છે. પરંતુ ૨૧ વિપક્ષી નેતાઓએ દરેક મતગણતરી વખતે ૫૦ ટકા વીવીપેટ મશીનોની સ્લીપો અને ઈવીએમ મશીનોના પરિણામની સરખામણી કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જેથી ઈવીએમ સાથે વધારે વીવીપેટ જોડીને ચૂંટણીના પરિણામોની વિશ્વસીયનતા સ્થાપી શકાય કે કેમ? તે મુદા પર સુપ્રીમ કોર્યે ચૂંટણી પંચનો જવાબ માંગ્યો છે.

Advertisement

વિપક્ષી નેતાઓની અરજીની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસરંજન ગોગોઈ અને જસ્ટીસ દીપક ગુપ્તાની બેંચે ગઈકાલે વીવીપેટની સ્લીપોની સાથે મેળ ખાતા ઈવીએમની સંખ્યા વધારવાની વિચારણાને સમર્થન આપ્યું છે. બેંચે હાલમાં વિધાનસભા બેઠક દીઠ ચૂંટણી પરિણામ દરમ્યાન એક વીવીપેટની રેન્ડમલી પસંદગી કરીને તેનીસ્લીપોમાં થયેલા મતદાનને ઈવીએમના પરિણામ સાથે સરખામણીમાં આવે છે.તેમાં વધારો કરી શકાય કે કેમ? તે અંગે ચૂંટણી પંચને ગૂરૂવારે જવાબ રજૂ કરવા તાકીદ કરી છે. ચૂંટણી પંચ વતી સુપ્રીમ કોર્ટ સમક્ષ ડેપ્યુટી ચૂંટણી કમિશનર સુદીપ જૈન ઉપસ્થિત થયા હતા.

જેનો સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતુ કે અત્યાર સુધીમાં ચૂંટણી પંચે ૧૫૦૦ મત વિસ્તારોમાં વીવીપેટની સ્લીપોની ગણતરી કરીને ઈવીએમના પરિણામો સાથે તેની સરખામણી કરી છે તેમાં એક પણ પરિણામોમાં વિસંગતતા જોવા મળી નથી જયારે કોર્ટે આ મુદે જણાવ્યું હતુ કે આ કેસ પુષ્કળતાનો નથી પરંતુ સંતોષનો છે જો એક કરતા વધારે વીવીપેટની સ્લીપોની ગણતરી કરીને તેના પરિણામોની ઈવીએમ સાથે સરખામણી કરવાથી અરજદારોને સંતોષ થતો હોય તો તે કરવામાં શું મુશ્કેલી હોય શકે? આ મુદે શકયતા ચકાસીને ચૂંટણી પંચને ૨૮ માર્ચ એટલે કે ગૂરૂવાર સુધીમાં પોતાનો જવાબ રજૂ કરવાનું જણાવીને આ કેસની વધુ સુનાવણી ૧ એપ્રીલ પર રાખવાનો હુકમ કરાયો છે.

અરજદારો વતી વરિષ્ટ વકીલ એ.એમ. સિંઘવીએ દલીલો કરતા જણાવ્યું હતુ કે ઈવીએમ સામે લગાવાયેલા ૫૦ ટકા વીવીપેટની સ્લીપોની ગણતરીમાં વધુ કલાકો લાગી શકે છે. પરંતુ તેનાથી મતદાનની યોગ્યતા વિશે મતદારોની શંકાનું નિરાકરણ આવો જે લોકશાહી દેશમાં ચૂંટણી પંચની તટસ્થતા માટે ખૂબ જરૂરી છે. સુપ્રી કોર્ટની બેંચે ચૂંટણી પંચને આ મુદે બીજા સુચનો અને સંવેદનશીલતા પૂર્વક આત્મ નિરીક્ષણ કરીને જવાબ રજૂ કરવા તાકીદ કરી સાથે સીજેઅઈ ગોગોઈએ જણાવ્યું હતુ કે કોઈપણ સંસ્થા પોતાને સુધારણાથી દૂર કરવું જોઈએ નહી ન્યાયતંત્ર એ પણ નહી સતત સુધારા માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.