Abtak Media Google News

શહેરમાં પ્રમીલા રોડ ઉપર આવેલી ભાડાવાળી દુકાન સંબંધે સદગુરૂ સિલેકશનના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદારો સતીષભાઈ સુંદરજી રાચ્છ તથા રક્ષાબેન સતિષભાઈ રાચ્છએ મિલકત માલિક એવા ધર્મેશભાઈ બટુકભાઈ ટારીયા સામે સ્મોલ કોઝ કોર્ટમાં જગ્યાનું પ્રમાણિત ભાડુ નકકી કરવા અંગેની અરજી કરેલ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધર્મેશભાઈ બટુકભાઈ ટારીયાની માલિકીની મિલકતની એક દુકાનનું ભાડુ નકકી કરી આપવા અંગે સંઘવી જમનાદાસ એન્ડ બ્રધર્સના નામની પેઢીના ભાગીદારો અશોકભાઈ ચંદુલાલ સંઘવી વિગેરેએ પણ પ્રમાણિત ભાડુ નકકી કરી આપવા અંગેની અરજી હાલની અરજીની સાથો સાથ દાખલ કરેલી. જે અરજી એડી.સ્મોલ કોઝ કોર્ટે અગાઉ કાઢી નાખેલી. તેવા જ કારણસર સદગુરૂ સિલેકશનના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદારોએ અરજી પ્રિન્સીપાલ સ્મોલ કોઝ કોર્ટેમાં કરી હતી.

જેમાં મિલકત માલિક ધર્મેશભાઈ બટુકભાઈ ટારીયાના વકીલે એવી દલીલ કરેલી કે કોર્ટના રેકર્ડ ઉપર આવેલ પુરાવો તેમજ જુબાની વિગેરે ધ્યાને લઈએ તો તે હકિકત નિ:શંકપણે પુરવાર થાય છે કે, સદગુરૂ સિલેકશનના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદારોને સદરહું ભાડાવાળી દુકાન ભાડે આપવામાં જ આવેલી ન હોય, આવી કોઈ અરજી કોર્ટ સમક્ષ કરવા ભાગીદારી પેઢીના ભાગીદારોને કોઈ હકક, અધિકાર નથી. તેમજ અરજી કાયદા વિરુઘ્ધ તેમજ કાયદાના પ્રસ્થાપિત સિઘ્ધાંતો વિરુઘ્ધની હોય ટકી શકે નહીં.

તેમજ હાલની અરજી કરનારાઓ જગ્યાના મુળ ભાડુઆત જ ન હોય હાલની અરજી ટકવા પાત્ર નથી. મકાન માલિકના વકીલની તમામ રજુઆતો ધ્યાન પર લઈ તેમજ તમામ પુરાવાઓ તેમજ કોર્ટનું રેકર્ડ ધ્યાને લઈ અરજદારોની પ્રમાણિત ભાડુ નકકી કરી આપવાની અરજી કાઢી નાખવાનો હુકમ ફરમાવેલો છે. આ કામમાં મકાન માલિક તરફે રાજકોટના વકીલ નિલેશ પી.દક્ષિણી રોકાયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.