Abtak Media Google News

૫૦૮૯૦ ના મુદામાલ સાથે જુગારીઓને ઝડપી લેતી એલસીબી

મોરબીના બંધુનગર પાસે વૈશાલી રોડલાઇન્સમાં જુગાર રમતા પાંચ આરોપીને ૫૦૮૯૦ ના મુદ્દામાલ સાથે પકડી લેવામાં મોરબી એલ.સી.બી.ને સફળતા મળી હતી.

Advertisement

ઇન્ચાર્જ એલસીબી પીઆઇ આર.જૈ.ચૌધરીને જુગારની બદ્દી નાબુદ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા એલ.સી.બીના પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલ હકીકત આધારે મોરબી વાંકાનેર નેશનલ હાઇવેરોડ બંધુનગર ઇટાલીકા કારખાના પાસે સીતારામ કોમ્પ્લેક્ષમાં આવેલ વૈશાલી રોડ લાઇન્સમાં ગંજીપત્તાના પાના વડે તીન પતિનો રોન પોલીસ નામનો જુગાર રમતા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.

આ દરોડામાં જુગાર રમી રહેલ હેમરાજભાઇ રતીલાલભાઇ ચાવડા રહે.મકનસર તા.મોરબી સુદામ દેવીદાસ ઠાકોર રહે.મોહાડી તા. ધુલીયા મહારાષ્ટ્ર, અનિલ ભાનુદાસ બોરસે રહે.મોહાડી તા. ધુલીયા અને રાજેશભાઇ …સુભાષભાઇ પાટીલ રહે.મોહાડી તા.ધુલીયા અને કાંતીલાલ માનસીંગભાઇ પવાર રહે.હિવરખેડા તા.પારોલા જલગાવ મહારાવાળાને રોકડા રૂ. ૫૦,૮૯૦ /તથા ગંજી પતાના પાના નંગ-પર કિં.રૂ.૦૦/મળી કૂલ રૂ.,૫૦,૮૯૦/ના મુદામાલ સાથે પકડી પાડી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવેલ હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.