Abtak Media Google News

પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખ નાં પતિ થાનગઢમાં વિજચોરી કરતાં ઝડપાયા

થાનગઢ વિજચોરી કરતાં ભાજપ આગેવાનો ઝડપાયા છે ત્યારે વિગત અનુસાર વિજ ચેકીંગ કામગીરી માં મોટું મસ વિજ ચોરી રેકેટ ઝડપાયું હતું જેમાં થાનગઢ નગરપાલિકા નાં પુર્વ પ્રમુખ અને પ્રદેશ યુવા ભાજપ નાં હોદેદાર વિજયભાઈ ભગત અને થાનગઢ તાલુકા પંચાયત પ્રમુખ નાં પતિ કાનભાઈ ભગત સામે વિજચોરી કરતાં ઝડપાયા હતા અને તેઓની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે ગાંધીનગર થી ભલામણ માટે ફોન ચાલુ થયેલાં પરંતુ અધિકારીઓ ટસ નાં મસ નાં થતાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને ચકચાર થાનગઢ પંથકમાં મચી જવા પામી હતી અને આગેવાનો સહિત ત્રણ શખસો સામે એક કરોડ સીતેર લાખ રૂપિયા ની નોટીસ ફટકારી હતી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.