Abtak Media Google News

વિજયનગર ખાતે આવેલા બુદ્ધ વિહારમાં વંદના, ધમ્મ દેશના અને સુજાતા ભોજન સહિતના આયોજનો

મોરબીના વિજયનગરમાં આવેલા બૌદ્ધ વિહારમાં આગામી તા.૩૦ ને સોમવારે બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે. જેમાં બુદ્ધ વંદના, ધમ્મ દેશના અને સુજાતા ભોજન સહિતના આયોજનો કરવામાં આવ્યા છે.

Advertisement

સમગ્ર વિશ્વમાં શાંતિના પ્રતિક માનવ ગુરૂ અને વૈજ્ઞાનિક ધર્મ બૌદ્ધ ધર્મના સર્જક તથાગત ગૌતમ બુદ્ધની ૨૫૬૨મી જન્મ જયંતી પુરા વિશ્વમાં શાનદાર રીતે ઉજવવામાં આવી રહી છે ભારત દેશના તમામ રાજ્યો તથા જીલ્લાઓ માં પણ બુદ્ધ પુર્ણિમાં ઉજવાઈ રહી છે ત્યારે મોરબીના વિજયનગરમાં આવેલ બૌદ્ધ વિહાર માં તા.૩૦-૪-૧૮ સોમવાર ના સાંજે ૬‌-૦૦ કલાકે વંદના તથા ધમ્મ દેશના અને રાત્રે ૮-૩૦ સુજાતા ભોજન નું આયોજન કરવામાં આવેલ છે તો તમામ બૌદ્ધ ધમ્મના ઉપાસક ઉપાસિકાઓ એ બહોળી સંખ્યામાં હાજરી આપી બુદ્ધ પુર્ણિમાંની ઉજવણીમાં સહભાગી બનવા બૌદ્ધ વિહાર સમિતિ વિજયનગર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.