Abtak Media Google News

કર ચોરો પર આવકવેરા વિભાગ અને જીએસટી સંયુક્ત રીતે તવાઈ બોલાવી રહ્યું છે. ત્યારે રાજકોટ ખાતે સોના-ચાંદીના વેપારી ઉપર સેન્ટ્રલ જીએસટીની ટીમ ત્રાટકી હતી અને બોગસ બિલિંગનું કોભાંડ ઝડપ્યું હતું. રાજકોટમાં સોના અને હિરાનાં મોટા ગજાનાં વેપારી ઉપર ડીજીજીઆઈની ટીમે દરોડા પાડી રૂા. ૧૪૬૭ કરોડનાં બોગસ બીલના કૌભાંડનો પર્દાફાશ કરતા સોની બજારમાં ખળભળાટ મચી ગયો હતો. બોગસ બિલીંગ કૌભાંડમાં આસ્થા ટ્રેડર્સના વેપારી હતાં. હિતેશ પ્રભુદાસભાઈ લોઢીયાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

આસ્થા ટ્રેડીંગ કંપનીના નામે બોગસ બિલીંગ કોભાંડ કરનારના  કોર્ટે ૧૪ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા : 44 કરોડની કરચોરી પણ પકડાઈ

સેન્ટ્રલ જીએસટીની ડીજીજીઆઈની ટીમને મળેલી બાતમીના રાજકોટના સોના-ચાંદી – હિરાનાં બુલીયન માર્કેટ સાથે સંકળાયેલા આસ્થા ટ્રેડીંગમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં તપાસ બાદ  રૂા. ૧૪૬૭ કરોડનું બોગસ બીલીંગ કૌભાંડ સામે આવતા ચકચાર મચી જવા પામ્યો હતો. ત્યારે હજુ પણ તપાસનો ધમધમાટ યથાવત રાખવામાં આવ્યો છે અને બોગસ બિલિંગ આંકડો વધે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે.

જીએસટી વિભાગની ઇવેસ્ટીગેસન ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સેન્ટ્રલ જીએસટીની ડીજીજીઆઈની ટીમે એક લેપટોપ, બે મોબાઈલ સહિતનો અંનેક ડિજિટલ ડેટા અને સાહિત્ય કબ્જે કર્યું હતું.  દરમિયાન ડીજીજીઆઈની ટીમે આસ્થા ટ્રેડર્સના માલિક હિતેશ લોઢીયાની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, તેની પેઢીનો તમામ વહીવટ તે પોતે કરે છે. તેણે કોઈ પણ માલ સપ્લાય કર્યા વગર ૧૫થી વધુ બોગસ પેઢી પાસેથી ઈન્પૂટ ટેકસ ક્રેડિટ માટે બોગસ ઈનવોઈસ મેળવ્યા હતાં. હાલ આ પેઢી સંકાના દાયરામાં હોવાથી અન્ય કનેક્શન ખુલશે તેવું માનવામાં આવી રહ્યું છે અને તે દિશામાં વિભાગ દ્વારા તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત ૪૮ નકલી પેઢીનાં ઈન્વોઈસ ઈસ્યુ કરી આઈટીસી પાસ કરવામાં આવ્યા હતાં. આમ સેન્ટ્રલ જીએસટી સાથે રૂા. ૪૪ કરોડની કરચોરી કરવામાં આવી હતી. આ કૌભાંડમાં સોના-ચાંદીના વેપારી હિતેશ લોઢીયા ઉપરાંત અન્ય કેટલાક વેપારીઓ પણ સંડોવાયેલા હોવાની શક્યતા છે. જેની તપાસ ચાલી રહી છે.

ટીમ દ્વારા મળતી માહિતી મુજબ આસ્થા ટ્રેડીંગના નામે ૬૫૦ કરોડ રૂપિયાનું બેકીંગ ચેનલ મારફત પણ ચૂકવણું કરવામાં આવ્યું છે. તેમાં પણ નકલી ઈનવોઈસ આપવામાં આવ્યા છે. માલસામનની ખરીદી કર્યા વગર જ આટલી જંગી રકમની ચૂકવણી કરવામાં આવી છે. આમ રાજકોટના સોના ચાંદીના વેપારીએ રૂા. ૧૪૬૭ કરોડનું મસમોટું કૌભાંડ આચરતા વેપારી હિતેશ લોઢીયાને રાજકોટના ચીફ જયુડીશ્યલમેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવતા ૧૪ દિવસના રિમાન્ડ ઉપર સોંપવામાં આવ્યા છે.સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પાંચ કરોડની ટેકસચોરીમાં પાંચ વર્ષની સજા અને પેનલ્ટીની જોગવાઈ છે. અત્યાર સુધીમાં ૪૪ કરોડની જીએસટી ચોરી કરવામાં આવી છે. જે આંકડો વધવાની શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.