Abtak Media Google News

પ્રખર ગૌસેવક, જીવદયાપ્રેમી, સંસ્કૃત અને સંસ્કૃતિ પ્રેમી અને આર્ય સમાજ વ્યવસ્થામાં વ્યકિતગત અભિ‚ચી ધરાવતા ગુજરાતનાં નવનિયુકત રાજયપાલ આચાર્ય દેવવ્રતજી સાથે રાજકોટ ખાતે રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ડો.વલ્લભભાઈ કથીરિયાએ રાજય અને રાષ્ટ્રમાં ચાલતી ગૌસેવા પ્રવૃતિઓ અંગે રાજયપાલને માહિતગાર કર્યા હતા. ડો.વલ્લભભાઈ કથીરિયાનાં અધ્યક્ષસ્થાને રચાયેલ રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા સમગ્ર રાષ્ટ્રમાં ગૌમાતા અને ગૌવંશનાં રક્ષણ, સંવર્ધન અને વિકાસનાં કાર્યનો શુભારંભ થઈ ચુકયો છે ત્યારે ડો.વલ્લભભાઈ કથીરિયા અને રાજયપાલ વચ્ચે ગૌશાળા-પાંજરાપોળને સ્વાવલંબન તરફ વાળવા, ગૌ આધારીત સંસ્કૃતિનું પુન:સ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ-આરોગ્ય, ગૌચરનું નવ નિર્માણ, પર્યાવરણ અર્થે જનજાગરણ, ગૌપાલન, દેશીકુળના ગૌ સંવર્ધનને પ્રોત્સાહન સહિતનાં અનેક મુદા ઉપર વિસ્તૃત પ્રેકટીકલ અને દષ્ટાંતો સહિત પરીણામલક્ષી દિર્ઘ ચર્ચાઓ થઈ હતી. મહત્વનું છે કે, રાજયપાલ પોતે પણ ૩૦૦ જેટલા દેશીકુળનાં ગૌવંશ, ગૌમાતાનું સંવર્ધન કરી રહ્યા છે. આ પ્રસંગે રાજયપાલે સમગ્ર રાજયમાં ઓર્ગેનીક ફાર્મીંગનાં વિકાસ અંગે પોતાની વિશેષ અભિ‚ચી દર્શાવી હતી અને ઓર્ગેનીક ફાર્મીંગ ક્ષેત્રે ગુજરાત દેશ અને દુનિયામાં નમુનેદાર કામગીરી કરશે તેવી શ્રદ્ધા દર્શાવી હતી. ગૌમાતાની પ્રતિમા, ગૌ મહિમા અંગે કોફી ટેબલ બુક દ્વારા અને શાલ ઓઢાડીને કાંતાબેન કથીરિયા અને ડો.વલ્લભભાઈ કથીરિયાએ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીનું અભિવાદન કર્યું હતું. 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.