Abtak Media Google News

છત્તીસગઢમાં સૌથી વધુ બેઠકોને જીતીને કોંગ્રેસ આગળ આવ્યું . છત્તીસગઢના સીએમ તરીકે ભૂપેશ બઘેલનું નામ જાહેર કરવાં આવ્યુંહતું ત્યારબાદ આજ રોજ એટ્લે કે ૧૭ ડિસેમ્બરના તેમણે  શપથ લીધા. છત્તીસગઢના એક્ઝિક્યુટિવ ગવર્નરઆનંદીબેન પટેલે ભૂપેશ બઘેલને રાજ્યમાં સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું. તે પછી,હવે છત્તીસગઢના નવા મુખ્યમંત્રી બનશે. શપથવિધિ સમારંભમાં ભૂપેશ બઘેલ ઉપરાંત,ટી.એસ. સિંહદેવ અને તમવર્ધવા સાહુએ પણ મંત્રી પદ તરીકે શપથ લીધા છે.શપથવિધિ બાદ ભૂપેશ બઘેલદ્વારા કરવામાં આવેલી ત્રણ મોટી જાહેરાત કરી છે. 

છત્તીસગઢના નવા મુખ્યમંત્રી ભૂપેશ બઘેલએ 10 દિવસની અંદર ખેડૂતોના દેવાને માફ કરવાની જાહેરાત કરી છે. જેમાં 16 લાખથી વધુ ખેડૂતોનું દેવું રૂ. 6100 કરોડ રૂપિયા દેવું માફ કરી આપશે .

મુખ્યમંત્રી ભૂપેશે ઘાણ(ચોખા) લઘુતમ સપોર્ટ કિંમત 1700 થી વધારીને  2500 રૂપિયા પ્રતિ ક્વિંટલની કરવાની જાહેરાત કરી છે.

ત્યારબાદ તેમણે ત્રીજી અને અહમ ફેસલો ઝીરમ ઘાટીના હમલાથી સંબંધિત લેવામાં આવ્યો છે  સીએમ ભૂપેશ બઘેલએ જણાવ્યુ કે ઝીરમ ઘાટીના હમલાની તપાસની માટે SITની રચના ની જાહેરાત કરી છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.