રાજકોટ માર્કેટીંગ બેડી યાર્ડમાં ચણા, ઘઉં અને ધાણાની ‘ચમક’

DCIM100MEDIADJI_0156.JPG

માર્ચ એન્ડિંગની રજા પૂર્ણ થતાંની સાથે જ સૌરાષ્ટ્રભરના માર્કેટીંગ યાર્ડો આજથી ફરી ધમધમવા લાગ્યા છે. રાજ્યના સૌથી મોટા પીઠા પૈકીના એક એવા બેડી સ્થિત રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં હાલમાં ચણા, ઘઉં અને ધાણાની હોબેશ આવક થઈ રહી છે. યાર્ડના આંગણામાં જ્યાં નજર પડે ત્યાં ચણા, ઘઉં અને ધાણા જ નજરે પડી રહ્યાં છે. સત્તાવાર રીતે યાર્ડ આજથી ખુલ્યું છે છતાં ગઈકાલથી જ અલગ અલગ જણસીઓની ગાડીઓની કિલોમીટરના કિલોમીટર સુધી લાઈનો લાગી ગઈ હતી. ‘અબતક’ના તસવીરકાર કરણ વાડોલીયાએ ડ્રોન દ્વારા બેડી યાર્ડના પટાંગણની લીધેલી આ તસવીર ખરેખર આંખોને ટાઢક આપી રહી છે. આજે યાર્ડમાં 36 ક્વીન્ટલ ચણાની આવક થવા પામી છે અને ભાવ 850 થી લઈ 925 રૂપિયા સુધી બોલાયો હતો તો ઘઉંની પણ 13000 કવીન્ટલ આવક થવા પામી છે. ભાવ રૂા.300 થી 390 બોલાઈ રહ્યો છે. જ્યારે ધાણાની પણ 12000 ક્ધવીટલની આવક થવા પામી છે અને ભાવ રૂા.1100 થી 1200 બોલાઈ રહ્યો છે. યાર્ડના પ્રમુખ ડી.કે.સખીયાએ જણાવ્યું હતું કે, હાલ અલગ અલગ 14 પ્રકારની જણસીની આવક યાર્ડમાં થઈ રહી છે. જેમાં સૌથી વધુ ચણા, ઘઉં અને ધાણાની આવક થવા પામી છે. ગત વર્ષે ચોમાસાની સીઝનમાં મેઘરાજાએ મહેર કરતા હવે જગતાતના આંગણે ધાન અને ધનના ઢગલા થઈ રહ્યાં હોય તેવા સુખદ આસાર વરતાઈ રહ્યાં છે.

બધી આવક ઉપાડતા 4 થી 5 દિવસનો સમય લાગશે: હિતેષ બુસા (વેપારી)

‘અબતક’ સાથેની વાતચીતમાં વેપારી હિતેષ બુસાએ જણાવ્યું હતુ કે હાલ જીરૂની 7500 થી 8000 ગુણી આવક થવા પામી છે. માર્કેટીંગ યાર્ડમાં વિવિધ જણસીની ખુબ આવક થવાથી આખુ યાર્ડ વિવિધ પાકોથી ઉભરાઈ ગયું છે. બધી આવક ઉપાડતા લગભગ 4 થી 5 દિવસનો સમય લાગશે. ગયા વર્ષ કરતા આ વર્ષનું ઉત્પાદન લગભગ દોઢ ગણુ છે અને ચણાની આવક બમણી છે.

ચાલુ વર્ષે ઘઉં, ચણા અને ધાણાની પુષ્કળ આવકથી યાર્ડ છલોછલ: ડી.કે. સખીયા

આ વર્ષે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ઘઉં, ધાણા અને ચણાની પુષ્કળ આવક થઇ છે. જેના લીધે યાર્ડમાં કયાક જગ્યા નથી હાલ ચણશની આવક 36000 કવીન્ટલ, ઘઉંની આવક 23000 કવીન્ટલ અને ધાણાની આવક 12000 કવીન્ટલ થવા પામી છે. ઘઉંના ભાવ 330 થી 310 સૂધી, ચણા રૂ. 880 થી 900 સુધી તેમજ ધાણા રૂ.1100થી 1400 સુધીના ભાવો બોલાઈ રહ્યા છે. અત્યારે આવક બંધ કરી દેવામ આવી છે. જણસીની આવક વેળાએ પોલીસ અને કર્મચારીઓએ યોગ્ય વ્યવસ્થા જાળવી હતી. સરકારની નીતિથી આ વર્ષ ખેડુતોને સારા ભાવ મળી રહ્યા છે.

ખાતર દવાના જે મુજબ ભાવ વઘ્યા છે તે જોતા ઘંઉના પ્રતિ મણ રૂ. 400 મળવા જોઇએ: હસમુખભાઇ (ખેડૂત)

મોરબીના ઘઉના ખેડુત હસમુખભાઇ એ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વર્ષે મોંધવારી વધી છે તે મુજબ ઘઉના પ્રતિ મણ દીઠ રૂ. 400 મળવા જ જોઇએ. ઘઉના ખાતરના ભાવ દવાના અને મજુરી ઉતારવા ચડાવવા વગેરેનો ખર્ચો ખેડુતોના માથે હોઇ છે. ગત વર્ષ કરતા આ વર્ષે ભાવ ઓછો છે ગત વર્ષે ઘંઉનો પ્રતિમણ ભાવ રૂ. 330 થી 400 જેવો હતો.