Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વડોદરા ખાતે ભગવાન ગજાનનની આરાધના અને પ્રાચીન શિવ સ્વરૂપ જાગનાથનું પૂજન-અર્ચન કર્યું: વિધાનસભા અધ્યક્ષ પણ ગણેશ વંદનામાં જોડાયા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીજીએ ગણેશોત્સવના પવિત્ર પર્વે વડોદરા ખાતે બડા ગણેશજી અને પ્રાચીન શિવસ્વરૂપ જાગના મહાદેવની વિનમ્ર વંદના કરી હતી. તેમણે ભગવાન ગણેશ દેશ અને ગુજરાતને એક, અખંડ અને સુખી રાખે તેમજ સમાજની એકતાને તોડનારઓને હતોત્સાહ અને પરાસ્ત કરે એવી પ્રાથના કરી હતી. તેમણે રાજ્યની જનતાને ગણેશોત્સવ તેમજ સંવત્સરીના પવિત્ર તહેવારોની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને સંવત્સરીને અનુલક્ષીને સહુને ખમાવવાના ભાવ સાથે મિચ્છામી દુક્ક્ડમ પાઠવ્યા હતા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ ગણેશ વંદનામાં તેમની સાથે જોડાયા હતા.

Img 1314મુખ્યમંત્રીએ પ્રાચીન જાગના મહાદેવ મંદિરના પ્રાંગણમાં ધારાસભ્ય યોગેશભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સત્યમ શિવમ સુન્દરમ સમિતિ સપિત એશિયાના સહુી વિશાળ બડા ગણેશજીના ભાવપૂર્વક દર્શન-પૂજા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આરસની ૨૮ ટનની અખંડ અને તોતીંગ શિલામાંથી સવા અગિયાર ફૂટની આ વિશાળ ગણેશ પ્રતિમા રાજસનના કુશળ શિલ્પીઓ ધ્વારા કંડારવામાં આવી છે જે એશિયાની સહુી મોટી ગણેશ પ્રતિમા હોવાનો સપકોનો દાવો છે. બડા ગણેશજીના દર્શની ભાવવિભોરતા અનુભવતા મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે આ ઘણું જ અદ્દભૂત કામ થયું છે જેના માટે ધારાસભ્ય યોગેશભાઇ પટેલ અને તેમના સાીઓ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. મુખ્યમંત્રી તેમજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે ગણેશ યાગમાં, ભાગ લઇને, ગજાનન મહારાજની આરાધના કરી હતી.

Img 1338

મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે સ્વતંત્રતા પૂર્વે લોકમાન્ય તિલકજીએ ગણેશોત્સવની દેશવ્યાપી ઉજવણીની પરંપરા શરૂ કરાવીને, દેશની એકતા, અખંડિતતા અને સામાજિક સમરસતાને અપૂર્વ પ્રોત્સાહન આપ્યુ હતું. આ પરંપરા આજે પણ આગળ ધપી રહી છે અને દેશમાં સામાજિક એકતા અને સમરસતાને મજબૂત કરે છે. ગણેશ ચર્તુથીના દિવસે મળેલા આ મંગળ લાભનો તેમણે અપૂર્વ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે મહારાજ સયાજીરાવ ધ્વારા સપિત કલા અને સાંસ્કૃતિક પરંપરાઓને યાદ કરી હરી.

Img 1286

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.