Abtak Media Google News

શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ

રાજકોટ જીલ્લામાં ૫૩૬૯૬ બાળકોના આરોગ્યની તપાસણી

રાજકોટ જીલ્લામાં ૫૩૬૯૬ બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી છે. તે પૈકી તબીબી અધિકારીએ તપાસેલ ૩૬૩૧ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવેલ. તે પૈકી ૩૧૪૮ સામાન્ય બીમારીવાળા બાળકોને સ્થળ પર સારવાર આપવામાં આવી છે અને ર૯ બાળકોને નિષ્ણાંત ડોકટર પાસે રીફર કરવામાં આવેલ છે તે પૈકી ૧૩ બાળકોને બાળરોગ નિષ્ણાંત ૬ બાળકોને આંખના નિષ્ણાંત, ૩ બાળકોને દાંતના નિષ્ણાંત, ૩ બાળકોને ચામડીના નિષ્ણાંત, ૩ બાળકોને કાન-કાન- ગળાના નિષ્ણાંત તબીબોએ તપાસી સારવાર આપી હતી.

આ અભિયાન દરમ્યાન અત્યારસુધી ૮૩ પાણીના સ્ત્રોતની સફાઇ કરવામાં આવી છે. ૧૭૯ ગામોમાં શાળામાં,આંગણવાડીમાં , જાહેર સ્થળોએ સફાઇ કરવામાં આવી છે.૧૧૪ વૃક્ષોનું વાવતેર કરવામાં આવેલ છે.

ર૩ બાળતંદુરસ્તી હરીફાઇ, ર૩ સગર્ભા માતા હરીફાઇ, ર૭ પોષ્ટીગ વાનગી હરીફાઇ કરવામાં આવી છે. રપ દાદા-દાદી મીટીંગ, ર૭ વાલી મીટીંગ, ૧પબાળગીતો, ર૧ આરોગ્યપ્રદ રમતો, ૭ વકતૃત્વસ્૫ર્ધા, પ નાટક, ૧૩ ઇનામ વિતરણ,૮ ગ્રામસભાઓ વગેરે કામગીરી કરવામાં આવી છે.

આ કાર્યક્રમ અંતર્ગતરાજકોટ જીલ્લામાં ૦ થી ૧૮ વર્ષના ૫૩૬૯૬ બાળકોની આરોગ્ય તપાસણી કરવા માટે કુલ ૧રર ટીમબનાવવામાં આવી હતી. જીલ્લાની કુલ ૪૧૩ શાળામાં આ કામગીરી કરવામાંઆવી હતી.

રેફરલ સેવાઓ માટે નિષ્ણાંત તબીબોને તાલુકા મથકે મોકલવામાંઆવેલ હતા.જીલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસીયાનું માર્ગદર્શન નીચે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતા દવે, જીલ્લા આર.સી.એચ., અધિકારી ડો. મિતેષ એન. ભંડેરી, જીલ્લા એપેડેમીક અધિકારી ડો. નીલેશ એમ.રાઠોડ, ડો. પી.કે.સિંઘ તથા જોબનપુત્રા, જય ત્રિવેદી આ કામગીરી સંભાળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.