Abtak Media Google News

૪ એપ્રિલ સુધી સવાર-સાંજ ઠંડી, ૯મી પછી ગરમ પવનનું જોર વધશે: રાજદીપ જોષી

છેલ્લા ઘણા વર્ષોથી દિન પ્રતિદિન ગરમીનું પ્રમાણ વધતું ગયું છે. ખાસ કરીને એપ્રીલ મહિનાની શરૂઆતથી ગરમીનો પારો ૪૦ ડિગ્રી ઉપર ચાલ્યો જાય છે. જયોતિષના ગ્રહો પ્રમાણે જોઈએ તો આ વર્ષ મંગળ અગ્નિતત્વનો કારક છે અને તે મકર અને કુંભ રાશીમાં રહેશે જયારે ગૂરૂ મહારાજ મકર રાશીમાં ભ્રમણ કરશે

ચૈત્રી દનૈયામાં જો ખૂબ ગરમી પડે તો વર્ષ સારૂ જાય વરસાદ સારો થાય બિમારી ભાગે,. ચૈત્રી દનૈયાની શરૂઆત તા.૧૨.૪.૨૦થક્ષ તેમજ તા.૧૯.૪ સુધી ચૈત્રી દનૈયા રહેશે. આ સમય દરમ્યાન જેમ ગરમી વધારે પડે તેમ વધારે સારૂ ગણાય.

તા.૧૩.૪ થી સૂર્ય પોતાની ઉચ્ચ રાશી મેષ રાશી અને અગ્નિતત્વની રાશીમાં પ્રવેશ કરશે. જેથી ખૂબ ગરમીની શરૂઆત થાય સાથે તા.૧૩.૪.૨૦ પછીથી કોરોના જેવી મહામારી દૂર થવાની શકયતા વધારે રહેલી છે.

તા. ૪ એપ્રીલ સુધી સવારના અને રાત્રીનાં ભાગે ઠંડીનું પ્રમાણ થોડુ રહે, તા.૯ એપ્રીલ પછી ગરમ પવનનું જોર વધે કયાંક વાદળ છાયુ વાતાવરણ રહેશે. તા.૧૬ એપ્રીલથી ગરમીનું પ્રમાણ એકદમ વધે ૪૨ ડીગ્રી તાપમાન રહે.

જે ૨૬ એપ્રીલ બાદ તેમાં વધારો થતો જાય તાપમાન નો પારો ૪૪ ડીગ્રી સુધી જવાની શકયતા છે. સાથે પવનનું પણ પ્રમાણ રહે.

એપ્રીલના અંતમાં કયાંક કમોસમી વરસાદ પડવાની શકયતા છે.

મે મહિનાની શરૂઆતમાં ગરમીનો પારો પૂરા ગુજરાતમાં સૌથી ઉચો રહે.

મે મહિનાના બીજા પખવાડીયામાં આંધી અને વંટોળ રહે ગરમ લુ વરસે.

૧૫ મેથી ગુજરાતનાં અમુક ભાગમાં કયાંક છૂટો છવાયા છાંટા કે વરસાદ પડે જે પાકને નુકશાન કરે. ખાસ કરીને મે મહિનાની શરૂઆતમાં એકદમ ગરમી પડવાની શકયતા છે. તા.૩૦.૩.૨૦ થી ગૂરૂ મહારાજ મકરરાશીમાં છે. ભારતની રાશી કુંડળી પ્રમાણે બીજા સ્થાનમાંથી પસાર થશે જે પોતાની શુભ દ્રષ્ટિ રોગ,શત્રુ સ્થાનમાં પાડે છે. આથી કોરોના જેવી બીમારીમાંથી રાહત આપે તેવી શકયતા રહેલી છે તે ઉપરાંત ગુરૂગ્રહ તા.૧૪.૫.૨૦થી વક્રી થશે. જો ગ્રહ નીચ રાશીમાં હોય અને વક્રિ થાય તો ઉચ્ચ જેવું ફળ આપે. આ નિયમ પ્રમાણે તા.૧૪.૫.૨૦થી સંપૂર્ણ દૂનિયામા કોરોના જેવી બીમારીથી છૂટકારો મળે તેવી શકયતા નકારી શકાતી નથી. તેમ વેદાંત રત્ન શાસ્ત્રી રાજદિપભાઈ જોષીની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.