Abtak Media Google News

પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા માં વર્ષોથી  પ્રજાપતિ પરિવાર દ્વારા  કલાત્મક ગરબા બનાવવાની પરંપરા અકબંધ છે. નવરાત્રી મા માતાજીના ગરબાની માર્કેટ શરૂ થઈ જાય છે.છેલ્લા કેટલાંક સમય થી ગરબાએ સ્વરૂપ બદલ્યું છે.

Advertisement

જુલાઇ મહિનાના આખરી દિવસો થી માતાજીના કલાત્મક ગરબા નું પ્રોડક્શન શરૂ થઈ જાય છે.આ અંગે પ્રજાપતિ  પરિવાર ના સદસ્ય જણાવેલ કે માતાજીના ગરબા અથાગ મહેનતથી ચાકળા ઉપર બનાવવામાં આવે છે.ત્યાર બાદ તેના પર રંગ-કામ કરી ટીકી-જરી વગેરે લગાડીને બજારમાં વેચાણ અર્થે મુકવામાં આવે છે. અને માતાજીના ગરબાની કિંમત ૩૦-૧૦૦ રૂ. સુધીની હોય છે. હિંદુ સમાજમાં માતાજીના નોરતાનું પ્રતીક કેન્દ્ર અને નવ દિવસ બહેનોના માથા ઉપર શક્તિ સાથે ભક્તિના વ્યવસાય માં ચોટીલા. પ્રજાપતિ પરિવાર મોખરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.