Abtak Media Google News
વ્યાજ સહિતની રકમ ચુકવી છતાં ધાક ધમકી દેતા કર્યો આપઘાતનો પ્રયાસ

ચૂડા તાલુકાના કોરડા ગામના યુવાને ચોકડી ગામના ત્રણ શખ્સો પાસેથી વ્યાજે લીધેલી રકમ ચુકવી દીધી હોવા છતાં વધુ વ્યાજ વસુલ કરવા અવાર નવાર ધાક ધમકી દેતા કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યાનું પોલીસમાં નોંધાતા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચૂડા તાલુકાના કોરડા ગામે રહેતા અમિત મનસુખભાઇ લીંબડીયા નામના યુવાને ચોકડી ગામના રાજુ વિરમ કોળી પાસેથી રૂા.80 હજાર વ્યાજે લીધા બાદ રૂા.2.50 લાખ ચુકવી દીધા હતા તેમજ છતાં રૂા.50 હજાર વસુલ કરવા અમિત લીંબડીયાની પત્ની સોનલબેનને માર મારી અઢી તોલા સોનાનું પેડલ પડાવી લીધું હતું.

જ્યારે નાગરાજ રણુ પાસેથી રૂા.10 હજાર વ્યાજે લીધા બાદ અત્યાર સુધી તેને રૂા.50 હજાર ચુકવી દીધા હતા અને બિરેન ખાચર પાસેથી રૂા.4 હજાર વ્યાજે લીધા હતા તેને અત્યાર સુધી રૂા.1.80 લાખ ચક્રવતિ વ્યાજ વસુલ કરવા ધાક ધમકી દેતા કંટાળી ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે ત્રણની સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.