Abtak Media Google News

સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ હરિગીરીબાપુના હસ્તે ધ્વજા રોહણ: સાધુ સંતોએ કર્યું  ભવનાથ મહાદેવનું પૂજન

ભક્તિ ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સભા ગિરિવર ગિરનારની ગોદમાં આવેલ ભવનાથ ક્ષેત્ર ખાતેનો શિવરાત્રી મેળો આજથી શરૂ થઈ ચૂક્યો છે. આજે સવારે 9:30 કલાકે મંદિરે ખાતે સંતો મહંતો અને રાજશ્રીઓ તથા અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ધજા રોહણ બાદ આજથી ચાર દિવસ માટે મેળો શરૂ થવા પામ્યો છે.

Advertisement

દર વર્ષની જેમ આ વર્ષે પણ મહા વદ નોમના દિવસેથી ભવનાથ મહાદેવ મંદિર ખાતે ભવનાથ મંદિરના મહંત હરિગીરી મહારાજ તથા ભારત સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદ બાપુ અને ગિરનાર ક્ષેત્રના પીઠાધિશ્વર ઇન્દ્રભારતી બાપુ તથા સંતો મહંતોની ઉપસ્થિતિ વચ્ચે જૂનાગઢના ઇન્ચાર્જ કલેક્ટર નિરાંત પરીખ, પ્રાંત અધિકારી કેશવાલા તથા જુનાગઢ મહાનગરપાલિકાના મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી કલેકટર ગીરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટીના હરેશભાઈ પરસાણા, ભવનાથ ક્ષેત્રના કોર્પોરેટર એભાભાઈ કટારાના હસ્તે આજે ધજાજીની પૂજન વિધિ થતાની સાથે જ જુના અખાડા, દસનામ અખાડા અને પંચનાથ અખાડા તથા અગ્નિ અખાડા ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભવનાથનો શિવરાત્રી મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

ભવનાથના શિવરાત્રી મેળાની અનેક વિશેષતાઓ છે અને ભારતભરમાં જે મેળા યોજાય જાય છે તેનાથી કંઈ હટ કે આ મેળો માનવામાં આવે છે. કારણ કે અહીં લગભગ દસ લાખ જેટલા આ ભાવિકો આ મેળાને માણવા અહીં ભવનાથ ખાતે પહોંચે છે તેમના માટે અહીં અઢીસો જેટલા ઉતારાઓ દ્વારા ભોજન અને ઉતારાની વ્યવસ્થા કરવામાં આવે છે આ સાથે સતત ચાર સુધી ભજનની છોડો ઉડે છે અને ભજન રશિયાઓ આ મેળામાં યોજાતા ભજનને તલ્લીન થઈને માણે છે. એ સાથે આ મેળો ભક્તિ સાથે પણ સંકળાયેલો છે ત્યારે અહીં દેશભરમાંથી હજારોની સંખ્યામાં સંતો, મહંતો, યોગી, જોગી, તપસ્વીઓ અને નાગા સાધુ અહીં પહોંચે છે અને અહીં ધૂણી ધખાવી ભગવાન ભોળેનાથની આરાધના સાધના અને તપસ્ચરિયા કરે છે અને આ સાધુ સંતો અને નાગા સાધુઓના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે.

આજથી મહાશિવરાત્રીના મેળા નો પ્રારંભ થવાનો હતો ત્યારે ગઈકાલથી જ દેશભરમાંથી સંતો મહંતો અહીં જુનાગઢના ભાવનાઠ ક્ષેત્રમાં આવી પહોંચ્યા હતા અને તેઓ દ્વારા ભવનાથના વિવિધ ક્ષેત્રમાં રાવટીઓ નાખવામાં આવી છે અને ધુણા માટે જગ્યા ફાળવવાવામાં આવી છે ત્યારે ભવનાથના ભારતી આશ્રમમાં નજીકના વિસ્તારમાં સાધુઓ માટે ફાળવવામાં આવેલી જગ્યા પાસે સફાઈ કરવામાં ન આવતા સાધુઓમાં હોબાળો મચ્યો હતો અને સાધુઓ ગઈકાલે દત્તચોક ખાતે એકઠા થઈ બેસી ગયા હતા જોકે બાદમાં સંતો મહંતો અને અધિકારીઓ આવી પહોંચ્યા હતા અને તાત્કાલિક સફાઈ કાર્ય હાથ ધરવામાં આવતા આ માંમલો શાંત પાડ્યો હતો. જો કે બાદમાં સાંજ ના સમયે મનપા દ્વારા ભાવના ક્ષેત્રના મુખ્ય માર્ગો ઉપર પાણી છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે પાણી પણ જે સાધુ સંતો દ્વારા રાવડી બનાવવામાં આવી હતી અને ધુણા કરવામાં આવ્યા હતા  તે વિસ્તારમાં પાણી પહોંચી જતા સાધુ-સંતો નારાજ થયા હતા જોકે આ મામલો પણ થોડી કલાકોમાં શાંત પડ્યો હતો.

મહાશિવરાત્રીના પર્વને લઇને શ્રી ભારતી આશ્રમ જૂનાગઢ ખાતે શ્રી હરિહરાનંદ ભારતીબાપુ તથા શ્રી મહાદેવ ભારતીબાપુની પ્રેરણાથી અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.નયના લકુમ અને સિવિલ સર્જન ડો.પાલા લાખણોત્રા તેમજ બાપાસીતારામ ગૃપના સહકારથી મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહા બ્લડ ડોનેશન કેમ્પ તા. 16 ફેબ્રુઆરીને સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધી શ્રી ભારતી આશ્રમ, ગીરનાર તળેટી, ભવનાથ ખાતે રાખવામાં આવેલ છે. તેમજ તા.16 અને 17 ફેબ્રુઆરી સુધી આ સ્થળ ઉપર જૂનાગઢની આસ્થા હોસ્પિટલના ડો. ચિંતન યાદવના માર્ગદર્શન હેઠળ મેળામાં આવતા દર્દીઓને વિના મૂલ્યે ડાયાબીટીસ ચેકઅપ કરી આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.