Abtak Media Google News

સિરામિક ફેકટરીઓ દ્વારા ખુલ્લે આમ છોડતા કેમિકલ કદળાને કારણે પશુઓના મોત

Advertisement

 મોરબીના મકનસર ગામે સિરામિક ફેકટરીના માલિકો દ્વારા ખુલ્લેઆમ ઝેરી કેમિકલ યુક્ત કદળો જાહેરમાં છોડવામાં આવતા જન આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે અને પશુઓના મોત નિપજતા આ મામલે ગ્રામ પંચાયત દ્વારા પ્રદુષણ નિયંત્રણ બોર્ડને રજુઆત કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મકનસર અને પ્રેમજીનગરમાં સિરામિક ફેકટરીના માલિકો દ્વારા ઝેરી કેમિકલ યુક્ત કોલગેસનો કદળો અવાર – નવાર જાહેરમાં છોડવામાં આવી રહ્યો હોવાથી ભૂતળના પાણી બગડી ગયા છે અને હાલ મકનસરમાં જ્યાં જુઓ ત્યાં આવા કેમિકલ યુક્ત તળાવો ભરાયા છે.વધુમાં આ મામલે મકનસર ગ્રામ પંચાયત દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને તાલુકા પોલીસને લેખિત રજુઆત કરી ઝેરી કેમિકલ યુક્ત કડદાને કારણે ગામના જન આરોગ્ય ઉપર જોખમ ઉભું થયાનું જણાવી પશુધનના મોત નિપજ્યા હોવાની લેખિત રજુઆત કરવામાં આવી છે.

જો કે સિરામિક ફેકટરીઓ પાસેથી નિયમિત પણે વહીવટ કરતા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને અનેક લેખિત મૌખિક રજુઆત કરવા છતાં આજ દિન સુધીમાં એકપણ પ્રદુષણ ઓકતા કારખાના વિરુદ્ધ પગલાં લેવાય નથી ત્યારે મકનસર પંચાયતની રજૂઆત બાદ પ્રદુષણ બોર્ડ જવાબદાર સિરામિક ફેકટરી માલિક પાસેથી નાણાં પડાવે છે કે કાનૂની પગલા લે છે તે જોવું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.