રાજકોટ ખાતે તા.31 ડીસેમ્બરે આવતા
વિવિધ સમિતિઓની રચના કરાઈ અને સ્વાગત- રોડશો માટે વોર્ડવાઇઝ રૂટ પર સોપાંયેલ કામગીરી: મુખ્યમંત્રીના રોડ- શોના સમગ્ર રૂટ પર કેસરીયો માહોલ છવાશે
રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગામી તા.31 ડીસેમ્બરના રોજ સુશાસન પર્વના રાજય કક્ષાાના સમાપન સમારોહમાં મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત રાજકોટ ખાતે આવી રહયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી , રાજકોટ મહાનગર ધ્વારા મુખયમંત્રીનું ભવ્ય સત્કાર કરવા રોડ-શો સુધીના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. મુખ્યમંત્રીના સત્કાર કાર્યક્રમોના આયોજન માટે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી , મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરના માર્ગદર્શન હેઠળ વિવિધ કમિટિની રચના કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રીના તા.31 ડીસેમ્બરના સત્કાર અને રોડ-શોના કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂર્વતૈયારીના ભાગરૂપે ભાજપના વિવિધ સંગઠનના હોદેદારો, કાર્યર્ક્તાઓને કામગીરીની સોંપણી કરવામાં આવી હતી.
આ તકે વધુમાં તેમણે જણાવેલ કે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું રાજકોટ મહાનગર ખાતે ભવ્યાતિભવ્ય સન્માન અને રોડ-શો કાર્યક્રમ એરપોર્ટથી ધમેન્દ્ર કોલેજ સુધીના રૂટ પર મુખ્યમંત્રીનું પુષ્પવર્ષા અને ફુલોની પાંખડીથી સ્વાગત કરાશે તેમજ સમગ્ર રૂટ ઉપર દેશભક્તિના ગીતો, ડી.જે.,બેન્ડની સુરાવલિઓ, આર્કષક ફલોટ, હોડીંગ્સ, પાર્ટીના ઝંડા-ઝંડીથી શણગારવામાં આવશે. ત્યારે શહેર ભાજપમાં મુખ્યમંત્રીના આગમનને આવકારવા અનેરો થનગનાટ જોવા મળી રહયો છે ત્યારે આ ભવ્ય કાર્યક્રમમાં સમગ્ર રૂટ ઉપર શહેર ભાજપના વિવિધ સેલના આગેવાનો, વિવિધ મોરચાના હોદેદારો- કાર્યર્ક્તાઓ તેમજ વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ, સામાજીક-સ્વૈચ્છિક સંસ્થાના હોદેદારો-પ્રતિનિધિઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને મુખ્યમંત્રીનું સન્માન કરશે. અને સમગ્ર રૂટ પર કેસરીયો માહોલ છવાશે.
આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અને રોડ- શો કાર્યક્રમ ભવ્યાતિભવ્ય અને સુચારૂ રીતે થાય તે માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી અને વિવિધ સ્વાગત પોઈન્ટ પર વોર્ડવાઇઝ જવાબદારીઓની સોંપણી કરાઈ છે, જેમાં એરપોર્ટ મંજુરી માટે હરેશભાઈ જોષી, રમશેભાઈ જોટાંગીયા, એરપોર્ટના સ્થળે સ્વાગત માટે વોર્ડ નં.1,ર,3,8,9,10
ના સંગઠનના હોદેદારોને જવાબદારી સોંપાઈ છે જયારે એરપોર્ટ થી રાજીવ ગાંધી સ્ટેચ્યુ સુધી (સ્પોટ-1) રૂટ પર વિરેન્દ્રસિંહ ઝાલા, પ્રફુલભાઈ કાથરોટીયા, પરેશ હુંબલ, ડો. માધવ દવે, મનીષ રાડીયા જવાબદારી સંભાળશે, સ્પોટ-ર એટલે કે રાજીવ ગાંધી સ્ટેચ્યુ થી ક્સિાનપરા ચોક પર અશોક લુણાગરીયા, પુષ્કર પટેલ, રાજુભાઈ બોરીચા, મહેશ રાઠોડ, રઘુભાઈ ધોળકીયા જવાબદારી સંભાળશે, સ્પોટ-3 માં ક્સિાનપરા ચોકથી જિલ્લા પંચાયત ચોક માં દીવ્યરાજસિંહ ગોહિલ, વિક્રમ પુજારા, અનીલભાઈ પારેખ, નિતીન ભુત, અશ્ર્વીન મોલીયા જવાબદારી સંભાળશે, સ્પોટ-4 પર દેવાંગ માંકડ, વિનુભાઈ ઘવા, સુરેન્દ્રસિંહ વાળા, મનુભાઈ વઘાશીયા, લલીત વાડોલીયા જવાબદારી સંભાળશે, તેમજ સમગ્ર રૂટ પર સુશોભન સમિતિમાં નિલેશ જલુ, જીજ્ઞેશ જોષી, રાજુભાઈ ચૌહાણ જવાબદારી સંભાળશે, આ કાર્યક્રમમાં પ્રચાર-પ્રસારની કામગીરીં રાજુભાઈ ધ્રુવ, હરેશભાઈ જોષી, રાજન ઠકકર, અરવીંદભાઈ જોષી જવાબદારી સંભાળી રહયા છે.
તેમજ એસ્કોર્ટ સમિતિ (બાઈક રેલી) માં િકશન ટીલવા, કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયા, પૃથ્વીસિહ વાળા, હિરેન રાવલ, પરેશ પીપળીયા (પી.પી.) જવાબદારી સંભાળશે તેમજ સમગ્ર રૂટ-સ્ટેજ અંગેની કામગીરી વોર્ડ નં.4,પ,6,7,11,1ર,13,14,1પ,16, 17 અને 18ના સંગઠનના હોદેદારો અને કાર્યર્ક્તાઓ સંભાળશે તેમજ રાજકોટ શહેર ભાજપના વિવિધ સેલ જેવા કે સાંસ્કૃતીક સેલ, ચીકીત્સા સેલ, લીગલ સેલ, રમતગમત સેલ, સફાઈ કામદાર સેલ અને શિક્ષ્ાણ સેલના સંયોજકો પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સક્રિય સહયોગ આપી રહયા છે. એમ અંતમાં કમલેશ મિરાણી, જીતુ કોઠારી, કિશોર રાઠોડ અને નરેન્દ્રસિંહ ઠાકુરએ જણાવેલ છે.
યુવા મોરચાના કાર્યર્ક્તાઓ 1000થી વધુ બાઈકો સાથે જોડાશે
રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગામી તા.31 ડીસેમ્બરના રોજ સુશાસન પર્વના રાજય કક્ષાાના સમાપન સમારોહમાં મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત રાજકોટ ખાતે આવી રહયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી , રાજકોટ મહાનગર ધ્વારા મુખયમંત્રીશ્રીનું ભવ્ય સત્કાર કરવા રોડ-શો સુધીના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના અધ્યક્ષ્ાસ્થાને શહેરના મેયર બંગલા ખાતે શહેર ભાજપ યુવા મોરચાની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં માર્ગદર્શન આપતા કમલેશ મિરાણીએ જણાવેલ કે મુખ્યમંત્રીના સ્વાગત માટે રાજકોટ શહેર ભાજપ યુવા મોરચાના યુવા કાર્યર્ક્તાઓ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિહ જાડેજા, હેમાંગ પીપળીયાની આગેવાનીમાં સ્વાગત અને રોડ-શો માં 1000 થી વધુ યુવાનો બાઈક રેલીમાં જોડાશે અને આ કાર્યક્રમને ભવ્ય બનાવશે.
આ બેઠકમાં શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવાએ પણ કાર્યક્રમ અંતર્ગત જરૂરી વિગતો આપી હતી.આ બેઠકમાં શહેર ભાજપ યુવા મોરચાના પ્રભારી અને પ્રદેશ યુવા મોરચાના મંત્રી નિલેશ ચુડાસમા, શહેર યુવા ભાજપ મહામંત્રી કુલદીપસિહજાડેજા, હેમાંગપીપળીયા, પ્રદેશ રમતગમત સેલના સંયોજક પૃથ્વીસિહ વાળા, શહેરના તમામ વોર્ડના યુવા મોરચાના હોદેદારો ઉપસ્થિત રહયા હતા.