Abtak Media Google News

ધ્રાગધ્રા-હળવદ વિધાનસભાની પેટા ચુંટણીમા કોગ્રેસના ઉમેદવારની જાહેરાત થઇ ચુકી છે. ગુજરાત પ્રદેશ કોગ્રેસ દ્વારા લગભગ ધ્રાગધ્રા તાલુકાના દુદાપર ગામે રહેતા દિનેશભાઇ પટેલનુ નામ નક્કી કરી દીધુ છે. કોગ્રેસ પક્ષ દ્વારા લોકોને ખુબજ રાહ જોવડાવ્યા બાદ અંતે સુરેન્દ્રનગર લોકસભા પરથી સોમાભાઇ ગાંડાભાઇને ભાજપના ડો.મુંજપરાની સામે ઉતારી ઠાકોર અને પટેલ સમાજનુ બેલેન્સ જાળવવા માટે અંતે પેટા ચુંટણીમા પાટીદાર ઉમેદવાર ઉતારવાનુ નક્કી કયુઁ હતુ. જેથી ધ્રાગધ્રા તાલુકાના દુદાપર ગામના સ્થાનિક દિનેશભાઇ જીવરાજભાઇ પટેલને ભાજપના પરશોતમ સાબરીયા સામેથી ઉતારવાનુ નક્કી કરાયુ છે.

Advertisement

કોગ્રેસ પક્ષની હોશીયારી કહો કે ભુલ તે નક્કી ન કહી શકાય પરંતુ કોગ્રેસ પક્ષ દ્વારા દિનેશ પટેલનુ નામ ઉમેદવાર તરીકે નક્કી કરતાની સાથે થોડા અંશે કોગ્રેસમા વષોઁથી રહેલા જુથવાદને નજરે જોઇ શકાયો હતો. પ્રદેશ કોગ્રેસ દ્વારા એવુ માનીને પાટીદારને ટીકીટ અપાઇ હતી કે અગાઉ ઠાકોર તથા પાટીદાર એમ બંન્ને સમાજના લોકો પોત પોતાના ઉમેદવારો માટે કોગ્રેસ પ્રદેશમા દબાણ કરતા હતા ત્યારે ધ્રાગધ્રા ઠાકોર સમાજના આગેવાન સનતભાઇ ડાભીનુ નામ મોખરે હતુ કોઇપણ કારણોસર સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર સોમાભાઇને ઉમેદવાર જાહેર કરી ઠાકોર સમાજના મત અને પેટા ચુટણીમા પાટીદાર સમાજના મત મેળવવા માટે કોગ્રેસે આ ખેલ પાડ્યો હોવાનુ જણાઇ આવે છે.

જેથી કોળીને લોકસભા અને પાટીદાર સમાજના વ્યક્તિને વિધાનસભા લડાવી ઠાકોર તથા પટેલ સમાજના વિરોધ્ધથી દુર રહેવા કિમીયો ઘડ્યો છે. જોકે કોગ્રેસ દ્વારા વિધાનસભા ચુટણીમા જાહેર કરવામા આવેલા ઉમેદવાર દિનેશભાઇ પટેલ પોતે સાફ છબી ધરાવે છે પરંતુ રાજકારણમા કોઇખાસ પ્રભુત્વ નથી સામે ઠાકોર સમાજના પરસોતમ સાબરીયા ભલે માત્ર દોઢેક વષઁથી રાજકારણમા પગ પેસારો કયોઁ પરંતુ તેઓની સાથે રાજનિતીમા ઉત્તમ મનાતો પક્ષ છે.

દિનેશ પટેલ અગાઉ જીલ્લા પંચાયતના ચેરમેન તરીકે પણ રહી ચુક્યા અને સ્થાનિક લોકોમા તેઓની લોકચાહના તથા તેઓનો ચહેરો નવો પડે તેમ છે જેથી તેઓ કદાચ પાટીદાર સમાજના હોવાથી આગળ વધી શકે તો નવાઇ નહિ. કોગ્રેસ દ્વારા પેટાચુટણીમા ઉમેદવાર લગભગ દિનેસભાઇ પટેલનુ નામ ફાઇનલ કરાયુ છે તેઓ આજે કોગ્રેસ પક્ષ સાથે રાખી પોતાનુ ઉમેદવારી પત્ર નોંધાવા પણ ગયા હતા જેમા હજારોની સંખ્યામા કોંગી કાયઁકરો હાજરી આપી શહેરના મધ્યે ગ્રીનચોક ખાતેથી બાઇક રેલી સ્વરુપે ઉમેદવારી પત્ર ભરવા માટેગયા હતા જેમા કોગ્રેસી ઉમેદવાર દિનેશ પટેલે પોતાના વિજયની આશા વ્યક્ત કરી હતી. હવે જોવાનુ રહે છે કે ધ્રાગધ્રા-હળવદની આ પેટા ચુટણીમા ઠાકોર તથા પાટીદારના પ્રતિષ્ઠાના જંગમા કોણ પોતાની બાજી મારી જાય છે ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.