Abtak Media Google News

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કચ્છ બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ ફોર્મ ભર્યું

કચ્છ લોકસભા બેઠક માટે બીજીવાર ચૂંટણીજંગમાં ઉતરનારાં વિનોદ ચાવડાએ આજે મુખ્યંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વિજયમૂહુર્તમાં વાજતે-ગાજતે ઉમેદવારી ફોર્મ ભર્યું છે.ઉમેદવારી ફોર્મ ભરતાં પૂર્વે જયનગર ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રીએ ચૂંટણી પ્રચાર સભાને સંબોધી હતી અને રોડ શો યોજ્યો હતો

ક્ચ્છ – મોરબી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ આજે કલેકટર કચેરીમાં વિજય મુહુર્તમાં પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું…મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં આજે સવારે ભુજમાં ચૂંટણી પ્રચાર સભા યોજાઈ હતી જેમાં રૂપાણીએ એર સ્ટ્રાઈક મુદ્દે પુરાવા માંગીને કોંગ્રેસે દેશની સેનાનું અપમાન કર્યું હોવાનો આરોપ દોહરાવ્યો હતો.

તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનની વિવિધ યોજના-સિધ્ધિઓનો ઉલ્લેખ કરી ૩ લાખથી વધુ જંગી સરસાઈથી ચાવડા વિજય મેળવશે તેવો દાવો કર્યો હતો. આ સભામાં ચોકીદાર ટોપીએ આકર્ષણ જમાવ્યું હતું.વિજય રૂપાણીએ ક્ચ્છ સહિત ગુજરાતની ૨૬ બેઠકો પર ભાજપ જીતશે અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બનશે તેવું નિવેદન આપ્યું હતું

ઝંઝાવાતી પ્રચારસભા બાદ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી ખુલ્લી જીપમાં ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં ભાજપના વિવિધ નેતાઓ સાથે મોટી સંખ્યામાં બુથ કાર્યકરો જોડાયા હતા અને ભાજપે શક્તિ પ્રદશન દેખાડ્યું હતું કલેક્ટર કચેરીમાં મુખ્યમંત્રી રૂપાણી, પક્ષ પ્રમુખ કેશુભાઈ પટેલ, રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, માંડવીના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ચાવડાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું.

મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થાને અનુલક્ષીને સીએમની સભાના મેદાનથી લઈ કલેક્ટર કચેરીમાં સવારથી જ લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.કચ્છ લોકસભા ચૂંટણીજંગ અંતર્ગત ભાજપનો આ પહેલો મેગા શો હતો.વિનોદ ચાવડાએ ગત ટર્મની ૨.૫૪ લાખની લીડ કરતા આ વખતે ૩.૫૪ લાખની લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.