Abtak Media Google News

એક હજાર વાર જગ્યામાં પ૦ હજાર ચો.ફૂટ બાંધકામ સાથે પાંચ માળની ૨૧ કરોડના ખર્ચે અધતન હોસ્પિટલ નિર્માણ પામશે, મધ્યમવર્ગનાં લોકોને શ્રેષ્ઠ સુવિધા મળશે

જયાં અનેક ઋષિમુનિઓ સંતો મહંતો મહાત્માઓ રાજાઓ મહારાજાઓ શિવમાં જીવ પરોવીને ધન્યતા અનુભવતા અસંખ્ય શિવ ભક્તો બાલકૃષ્ણ સ્વરૂપ બાળકો તથા અગણ્ય શ્રદ્ધાળુઓના કુમકુમ પગલાં પાવન થઇ ચુકયા છે. તે પવિત્ર ભૂમિ જે ૧૪૬ વર્ષ જુના પ્રાચીન દેવાલય પંચનાથ મહાદેવ મંદિરના પરિસરમાં લોકોને નજીવા દરે સચોટ નિદાન મળી શકે તે ઉદેશ સાથે પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના યુવા પ્રમુખ દેવાંગભાઇ માંકડ તથા સર્વ ટ્રસ્ટીઓ દ્વારા ભાવનાશીલ અને ઉદારદિલ ધરાવતા દાતાઓના સાથ સહકાર અને સહયોગના સમન્વય થકી લગભગ ‚રૂપિયા૨ ૧કરોડના ખર્ચે ૫૦ બેડની હોસ્પિટલનું બાંધકામ પૂર્ણ થવાના તબકકામાં છે.

કુલ ૧૦૦૮ વાર જગ્યા તેમજ ગ્રાઉન્ડ પાંચ માળ સાથે લગભગ ૫૦૧૫૪ સ્કવેર ફૂટના બાંધકામમાં અંદાજિત ૨૦૯.૫૦ ટન લોખંડ અને ૨૦૪૯૩ સીમેન્ટની બેગનો ઉપયોગ કરવામાં આવેલ છે. દરેક માળના બાંધકામ ૬૦૦૦થી વધારે સ્કવેર ફૂટના હશે. તેમજ સંપૂર્ણ સ્ટરીલાઇઝેશન સાથે સંપૂર્ણ વાતાનુકુલિત સુવિધા ધરાવતી હોસ્પિટલ હશે.

પ્રથમ માળે ૧૩૦ સ્કવેર ફૂટના ક્નસલટેશન ‚રૂમ જેમાં કાર્ડીઓલોજી,  ન્યુરોલોજી, ગેસ્ટ્રી એન્ટરોલોની, ઇ.એન.ટી., જનરલ સર્જન, ઓર્થોપેડિક, યુરોલોજી, પીડિયાટ્રિક, નેફોલોજી, જનરલ ફિઝિશ્યન, ચામડી તથા આંખના રોગો તેમજ ૧૦૦૦થી વધારે સ્કવેર ફૂટમાં દાંતના સારવાર વિભાગો કાર્યરત થશે.

બીજો માળે ૨૦૦૦થી વધારે સ્કવેર ફૂટમાં હાઇટેક પેથોલોજી લેબોરેટરીમાં રોજના ૬૦૦થી વધારે પરીક્ષણો કરવામાં આવે છે.

ત્રીજો માળે ૪ ટ્વીન શેરિંગ રૂ‚મ, ૨ સ્પેશ્યિલ વોર્ડ જે બધા રૂ‚મના બેડ ઉપર ઓક્સિજન ગેસની સંપૂર્ણ વ્યવસ્થા સાથે તથા ૧૦ બેડ ધરાવતા જનરલ વોર્ડ જે સામાન્ય જ નહી પણ સંપૂર્ણ વાતાનુકુલિત હશે.

ચોથો માળે તેમાં ૪ ટ્વીન શેરિંગ ‚મ, ૨ સ્પેશ્યિલ વોર્ડ ‚રૂમ તથા ૧૦ બેડના મેડિકલ આઇ.સી.યુ. ‚રૂમ ધરાવનાર છે.

પાંચમો માળે ઓપરેશન માટે ૪૦૦થી ૪૫૦ સ્કવેર ફૂટ ધરાવતા ત્રણ અત્યંત આધુનિક ઓપરેશન થિયેટર્સ, ડોકટર્સ લોન્જ, તથા ૪ બેડના પોસ્ટ ઓપરેટીવ ‚રૂમની ફાળવણી કરવામાં આવેલ છે. મલ્ટીસ્પેશિયાલીટી સેવાઓમાં વાસ્કયુલર અને એન્ડોવાસ્કયુલર સર્જરી, પ્લાસ્ટિક સર્જરી, ઓર્થોપેડિક સર્જરી, ઇ.એન.ટી.સર્જરી, આંખની સર્જરી તેમજ જનરલ સર્જરી જેવી સુવિધાઓ પ્રાપ્ત થઇ શકશે.

તેમજ ઓર્થોપેડિક હોસ્પિટલ હોવાને નાતે દર્દીઓ માટે હૃદય સમાન ૧૬ વ્યક્તિની વજન ગહન કરવાની ક્ષમતા ધરાવતી ૨ લિફટની સુવિધા પણ છે.

નિર્ધન તથા નિર્બળ માનવીની સેવાએ જ દેવાધિદેવ મહાદેવની સાચી સેવાની ભાવના કે સદભાવના ધરાવતા પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઇ માંકડ, ઉપપ્રમુખ ડો. લક્ષમણભાઇ ચાવડા, મંત્રી તનસુખભાઇ ઓઝા, કોષાધ્યક્ષ ડી.વી. મહેતા, ટ્રસ્ટીઓ મયુરભાઇ શાહ,  વસંતભાઇ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ,  નીરજભાઇ પાઠક, નીતિનભાઇ મણીયાર, મિતેષભાઇ વ્યાસ, નારણભાઇ લાલકિયા, ડો. લલિતભાઇ  ત્રિવેદી, મનુભાઇ પટેલ જેવા સામાજિક આગેવાનોના જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.